એપલની ચેતવણી / iPhone ના કેમેરાને મોટરસાઈકલથી નુકસાન થઈ શકે છે, જાણો કારણ

એપલની ચેતવણી માત્ર સુપર બાઇક અથવા હાઇ સ્પીડ બાઇક અથવા બુલેટ માટે જ નથી પણ જે મોપેડ અને સ્કૂટર સાથે આઇફોન કનેક્ટ કરી ચલાવે તેઓ માટે પણ છે.

Apple એ iPhone 13 લોન્ચ કરતા પહેલા જ તેના ગ્રાહકોને મોટી ચેતવણી આપી છે. એપલે કહ્યું છે કે મોટરસાઇકલનું કંપન આઇફોનના કેમેરાને નુકસાન પહોંચાડી શકે છે. એપલે સપોર્ટ પેજ પર આ અંગે સંપૂર્ણ માહિતી આપી છે. એપલનું કહેવું છે કે મોટાભાગના આઇફોનમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઓઆઇએસ) અને ક્લોઝ્ડ લૂપ ઓટોફોકસ સિસ્ટમ આપવામાં આવી રહી છે જેથી શૂટિંગ દરમિયાન વિડીયોમાં કોઇ આંચકો ન આવે.

ખરેખર, આજકાલ મોટાભાગના બાઇક સવારો તેમના સ્માર્ટફોનને મોટરસાઇકલ સાથે જોડી રહ્યા છે અને તેનો ઉપયોગ મેપ માટે કરી રહ્યા છે. આવી સ્થિતિમાં બાઇકનું હાઇ વાઇબ્રેશન પણ સ્માર્ટફોનને અસર કરી રહ્યું છે. એપલે આવા લોકો માટે જ ચેતવણી આપી છે. જો તમે તમારા ખિસ્સામાં આઇફોન સાથે બાઇક ચલાવો છો, તો તમને કોઇ સમસ્યા નહીં થાય.

એપલનું કહેવું છે કે લાંબા સમય સુધી મોટરસાઇકલ સાથે જોડાયેલા આઇફોનનો ઉપયોગ કરવાથી ફોનના કેમેરાને નુકસાન થઇ શકે છે અને ફોટાની ગુણવત્તા પણ બગડી શકે છે. એપલનું કહેવું છે કે માત્ર ફોન જ નહીં, પરંતુ OIS સિસ્ટમ્સ ઓફર કરતા ઘણા મોટા ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પણ લાંબા સમય સુધી ચોક્કસ ફ્રીક્વન્સી રેન્જમાં હાઇ-એમ્પ્લિટ્યુડ્સના સીધા સંપર્કમાં આવવાથી બગડે છે.

એપલની ચેતવણી માત્ર સુપર બાઇક અથવા હાઇ સ્પીડ બાઇક અથવા બુલેટ માટે જ નહીં, પણ જેમણે મોપેડ અને સ્કૂટર સાથે આઇફોન કનેક્ટ કરે છે તેઓ માટે પણ લાગુ પડે છે. જો તમે ઈચ્છો છો કે તમારા iPhone ને નુકસાન ન પહોંચે અને તેના કેમેરાની ગુણવત્તા રહે, તો iPhone ને તમારી બાઇક સાથે જોડીને તેનો ઉપયોગ કરશો નહીં.

તમને જણાવી દઈએ કે 14 સપ્ટેમ્બરના રોજ એપલ એક મોટી ઈવેન્ટ યોજવા જઈ રહી છે જેમાં આઈફોન 13 સીરીઝ, નવા એરપોડ્સ અને એપલ વોચ સિરીઝ 7 લોન્ચ થવા જઈ રહી છે. લીક થયેલા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે એપલ આઇફોન 13 સીરીઝ સાથે સેટેલાઇટ ફોન સપોર્ટ આપી શકાય છે, જો કે તે માત્ર થોડા દેશો માટે હશે.

જરૂરી જાણકારી / કાર માટે રેડિએટર ફ્લશ કેમ જરૂરી છે, જાણો તેના ફાયદા શું છે

Jio થયું 5 વર્ષનું / કંપનીનો દાવો – ડેટાની કિંમત 93%ઘટી, Jio ના બ્રોડબેન્ડ યુઝર્સ 4 ગણા વધ્યા

માર્ગદર્શિકા / લેપટોપ ખરીદતી વખતે, આ બાબતો ધ્યાનમાં રાખો, ક્યારેય અફસોસ નહીં થાય

માર્ગદર્શિકા / લેપટોપ ખરીદતી વખતે, આ બાબતો ધ્યાનમાં રાખો, ક્યારેય અફસોસ નહીં થાય

વ્યસન / શું તમારા બાળકને પણ મોબાઈલ અને ઓનલાઈન ગેમ્સનું વ્યસન થઈ ગયું છે તો આ રીતે છોડાવો


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment