Technology/ સાવધાન! તમારા ફોન કોલ અને મેસેજ ફોરવર્ડ તો નથી ને? જાણો કેવી રીતે જાણી શકાય

તમારા ફોન કોલ અને મેસેજ ફોરવર્ડ નથી ને તે ચેક કરવા સાયબર એક્સપર્ટ દ્વારા સમગ્ર માહિતી જણાવવામાં આવી, કેવી રીતે બચી શકાય તે જાણો.

Top Stories Tech & Auto

Surat : શું તમને ક્યારેય એવો અનુભવ થયો છે કે તમારો ફોન કોઈ અન્ય વ્યક્તિ ઉપાડે? અથવા તમારા OTP મેસેજ તમને મળવાના બદલે કોઈ અન્ય વ્યક્તિને મળી રહ્યા છે? જો હા, તો સાવધાન થઈ જાવ! તમે સાયબર ફ્રોડનો ભોગ બની શકો છો.

ગુજરાતના સાયબર એક્સપર્ટ સ્નેહલ વકીલના જણાવ્યા અનુસાર, સાયબર ક્રિમિનલ્સ તમારા ફોનના સેટિંગ્સમાં ખોટા કોડ સેટ કરીને તમારા કોલ અને મેસેજ ફોરવર્ડ કરી શકે છે. જેના કારણે તમારી બેંકિંગ માહિતી અને અન્ય સંવેદનશીલ ડેટા જોખમમાં મુકાઈ શકે છે.

તમારા ફોન કોલ અને મેસેજ ફોરવર્ડ થઈ રહ્યા છે કે નહીં તે જાણવા માટે:

 * “*#62#” ડાયલ કરો. આ કોડ તમને જણાવશે કે તમારા કોલ કયા નંબર પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

જો ફોરવર્ડિંગ ચાલુ હોય તો તેને બંધ કરવા માટે:

 * “##002#” ડાયલ કરો.

 * જો આ કોડ કામ ન કરે તો તમારા ફોનની “Call Forwarding Settings” માં જઈને મેન્યુઅલી ફોરવર્ડિંગ બંધ કરો.

સાયબર ફ્રોડથી બચવા માટેના ઉપાયો:

 * કોઈ અજાણી વ્યક્તિને તમારો ફોન ન આપો.

 * સમયાંતરે “*#62#” ડાયલ કરીને તપાસ કરતા રહો.

 * તમારા ફોનની “Call Forwarding Settings” નિયમિત રીતે ચેક કરો.

 * બેંક ટ્રાન્ઝેક્શન માટે Google Authenticator અથવા અન્ય સુરક્ષિત OTP એપનો ઉપયોગ કરો.

 * સોશિયલ મીડિયા પર તમારી અંગત માહિતી શેર કરવાનું ટાળો, ખાસ કરીને જ્યારે તમે મુસાફરી કરી રહ્યા હોવ.

સ્નેહલ વકીલનાએ વધુમાં જણાવ્યું હતું કે, “તમારો સીમકાર્ડ તમારા બેંક એકાઉન્ટની ચાવી સમાન છે. તેથી, તેને સુરક્ષિત રાખવું ખૂબ જ જરૂરી છે.” આ સરળ પગલાં અનુસરીને, તમે તમારા મોબાઈલને સાયબર ફ્રોડથી સુરક્ષિત રાખી શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ

આ પણ વાંચો:સુરતમાં શિવ શક્તિ ટેક્સ્ટાઈલ માર્કેટમાં લાગેલી આગમાં મૃતક ભુલાયા

આ પણ વાંચો:સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ બેકાબૂ