Ahmedabad/ ડૉ. રણછોડ જ ‘રણ’ છોડીને ભાગ્યા, યુ.એન.મહેતાનાં ડાયરેક્ટરે ન લીધી વેક્સિન

દુનિયામાં કોરોનાનો હાહાકાર જોવામાં આવી રહ્યો છે અને દુનિયાનાં અનેક દેશ કોરોનાની વેક્સિનની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. અરે એવા દેશ પણ છે કે, જે દેશને ભારતે કોરોના વેક્સિન આપી છે તે

Ahmedabad Gujarat

દુનિયામાં કોરોનાનો હાહાકાર જોવામાં આવી રહ્યો છે અને દુનિયાનાં અનેક દેશ કોરોનાની વેક્સિનની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. અરે એવા દેશ પણ છે કે, જે દેશને ભારતે કોરોના વેક્સિન આપી છે તે દેશનાં રાષ્ટ્રિય નેતા ભારત તરફ અત્યંત કૃતજ્ઞ થઇ ગયા હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. એક દેશનાં નેતાએ તો હનુમાનજીના ફોટા સાથે હિન્દીમાં આભાર લખી ભારતે તેના દેશને કોરોના વેક્સિન આપી માટે ભારતની સરકાર અને લોકોનો આભાર માન્યો છે. તમામ વાતો વચ્ચે ગુજરાતનાં મેગા સીટી અમદાવાદમાં એક સૌથી મોટી અને પ્રખ્યાત હોસ્પિટલનાં ચીફ એટલે કે ડાયરેક્ટર કોરોનાની રસીથી ડરી ગયા હોય અને રસી લેવી ન પડે તે માટે સ્થળ પર થી ભાગી ગયા હોવાનું સામે આવી રહ્યું છે.

અમદાવાદની ખ્યાતનામ હોસ્પિટલમાંની એક એવી યુ.એન.મહેતા હોસ્પિટલના ડાયરેક્ટરે વેક્સિન ન લીધી એટલું જ નહીં ડાયરેકટર આર. કે. પટેલ વેક્સિન લીધા વગર ત્યાંથી રવાના થઇ ગયા હતા કે કહી શકાય કે ભાગી છુટ્યા હતા. ડૉ. રણછોડ જ રસીકરણમાં રણ છોડીને ભાગ્યા હોવાની વાતે સમગ્ર શહેરમાંં ચર્ચાનો વિષય સર્જ્યો છે.

ઉલ્લેખનીય ચે કે, રાજ્યનાં અનેક શહેરોમાં હાલ રસીકરણ પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને સરકારનાં નિર્દેશન પ્રમાણે સૌથી પહેલા કોરોના વોરિયર્સ એવા હેલ્થ વર્કરોને રસી આપવામાં આવી રહી છે. બરોબર આવા જ સમયે હેલ્થ વર્કરોનો જુસ્સો વધારવાની જગ્યાએ યુ.એન.મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર આર. કે. પટેલ(ડૉ. રણછોડ  પટેલ)વેક્સિન લેવામાં પીછેહટ કરી અને રસીકરણ સ્થળ પરથી રીતસરનાં ભાગી છુટ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં રસીકરણ પ્રોગ્રામ અવિરત રીતે ચાલી રહ્યો છે અને સિવીલમાં રસીકરણનો આજે 5મો દિવસ છે. અનેક હેલ્થ વર્કરોએ રસી લઇ લીધી છે અને 100 જેટલા સર્જનો કોરોના વેક્સિન લેશે. મહત્વની બાબતએ છે કે, હજુ સુધી વેક્સિનની કોઈ આડઅસર થઇ હોવાનો કિસ્સો સુધા સામે આવ્યો નથી. ત્યારે શહેરની યુ.એન.મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર આર. કે. પટેલ (ડૉ. રણછોડ  પટેલ) વેક્સિન લેવામાં પીછેહટ કરતા વાત શહેરમાં વાયુવેગે પ્રસરી ગઇ હતી અને લોકો ડોક્ટરને રણ છોડ કહી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…