Not Set/ AMC તંત્રના પેચવર્કમાં પણ પેચ ..!! વરસાદની રીએન્ટ્રીએ તંત્રનાં ખાડે ગયેલા રોડનાં પેચવર્કની ખોલી પોલ

ગુરુવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ વીજળીના પ્રચંડ કડાકા સાથે શહેરભરમાં વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં 1 કલાકમાં સરેરાશ દોઢ થી બે ઈંચ વરસાદ પડ્યોમ હતો. જે સાથે  સિઝનના 30 ઈંચની જરૂરિયાત સામે હવે 31.56 ઈંચ વરસાદ થઈ ગયો છે. વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે વાસાણા 5 દરવાજા 3 ફૂટ ખોલાયા હતા. અમદાવાદમાં એકાએક ખાબકેલા […]

Top Stories Ahmedabad Gujarat

ગુરુવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ વીજળીના પ્રચંડ કડાકા સાથે શહેરભરમાં વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં 1 કલાકમાં સરેરાશ દોઢ થી બે ઈંચ વરસાદ પડ્યોમ હતો. જે સાથે  સિઝનના 30 ઈંચની જરૂરિયાત સામે હવે 31.56 ઈંચ વરસાદ થઈ ગયો છે. વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે વાસાણા 5 દરવાજા 3 ફૂટ ખોલાયા હતા. અમદાવાદમાં એકાએક ખાબકેલા વરસાદથી અખબારનગર અને શાહીબાગ અંડરપાસ બંધ કરવા પડ્યા હતા.

તો 100થી વધુ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયા હતા અને ત્રણ સ્થળે વૃક્ષ તૂટી પડ્યા હતા. રાણીપ સહિત શેહરમા  કેટલાક વિસ્તારમાં નવરાત્રી માટે બાંધવામાં આવેલા મંડપ ઉડી ગયા હતા. આનંદનગર, જોધપુર, વેજલપુર, જીવરાજપાર્ક, હેલ્મેટ સર્કલ, નિકોલ, હાટકેશ્વર, ખોખરા સહિતના વિસ્તાર તો પાણી ભરાતા બેટમાં ફેરવાયા હતા.

વરસાદ બંધ થયા બાદ શહેરના અનેક માર્ગો પર  માસ મોટા ખાડા પડી ગયા છે. હાલમાં જ અમદાવાદ મ્યુ. તંત્રએ હાલમાં જ જાહેરાત કરી હતી કે, 10 દિવસમાં 1.37 લાખ ચોરસમીટર જેટલા અંતરમાં 1 લાખ 43 હજાર 16 જેટલું પેચવર્ક કર્યું છે.  યુદ્ધના ધોરણે 10 દિવસમાં કામગીરી કરવામા આવી છે.  3 કરોડના ખર્ચે 11000 હોટમિક્સ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ  એક જ દિવસ માં પડેલા વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ તંત્રના પેચવર્કમાં પણ કેટલા પેચમાર્યા છે તે સાબિત કરી આપ્યું છે. શહેરભરમાં દરેક જગ્યા એ મસમોટા ગાબડાં પડી ગયા છે. લોકો મારવાના વાંકે રોડ પરથી વાહનો લઈ ને પસાર થઈ રહ્યા છે.

જે સાબિત કરી આપે છે કે 3 કરોડનાં ખર્ચે રીસરફેસ કરવામાં આવેલા રોડ માં પણ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓએ દ્વારા મસ મોટી ખાયકી કરવામાં આવી છે.

આ પણ વાંચો :

અમદાવાદનાં ખાડે ગયેલા રોડ અંગે છેવટે તંત્ર જાગ્યું, આગામી ત્રણ દિવસમાં શહેરના રોડનું પેચવર્ક પૂર્ણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.