આંતરરાષ્ટ્રીય સરહદ પર રામગઢ સેકટર પાસે નંદપુરમાં રાત્રે 9.30 કલાકે પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં જોવા મળ્યો હતો તે અઢી કિલોમીટર અંદર ઘૂસી આવ્યો હતો,ડ્રોન સેનાના કેમ્પ પાસે ફરતો જોવા મળ્યો હતો,જવાને આ ડ્રોનને જોતા ફાયરિંગ કરી દેતાં ડ્રોન પાકિસ્તાન સરહદમાં જતો રહ્યો ,સેનાએ આની જાણકારી બીએસએફના અધિકારીઓને આપી ,ત્યારબાદ બીએસએફએ પણ મોર્ચો સંભાળ્યો હતો. આ ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
નોંધપાત્ર વાત એ છે કે બુધવારે રાત્રે પાલનવાલા સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ડ્રોન નજર આવ્યા બાદ સેનાએ તેના પર ફાયરિંગ કર્યું હતું અને તેને ત્યાંથી ભગાવી દીધું હતું. દરમિયાન, એરફોર્સ સ્ટેશન પર બુધવારે રાત્રે આકાશમાં ફ્લેશિંગ લાઈટ્સ પણ જોવા મળી હતી. જોકે, વાયુસેનાએ આ વાતની પુષ્ટિ કરી નથી. એક દિવસ અગાઉ, ડ્રોન આર્નીયા અને હિરાનગરમાં પણ જોવા મળ્યા હતા.
છેલ્લા કેટલાક દિવસોથી સરહદ પર સતત ડ્રોનની અવરજવર જોવા મળી રહી છે. 2 જુલાઈએ પણ, પાકિસ્તાની ક્વાડકોપ્ટરે આર્નીયા સેક્ટરમાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બીએસએફના ફાયરિંગ બાદ તે પાછો ફર્યો હતો. 27 જૂને જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોનથી હુમલો કરતી વખતે બે બોમ્બ છોડવામાં આવ્યા હતા. આમાં એરફોર્સના બે જવાનોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ અગાઉ મંગળવારે રાત્રે, બીએસએફ દ્વારા અરનિયા સેક્ટરમાં દેખાતા ડ્રોન પર ફાયરિંગ કરાયું હતું
