- ન્યૂઝીલેન્ડ બોલર એજાઝ પટેલે સર્જ્યો વિશ્વવિક્રમ
- મુંબઈ ટેસ્ટમાં ભારતની તમામ 10 વિકેટ ઝડપી
- અનિલ કુંબલેના રેકોર્ડની કરી બરોબરી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈનાં વાનખેડે ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ બીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. ત્યારે આ મુંબઈ ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચાઈ ગયો છે. ન્યૂઝીલેન્ડનાં એજાઝ પટેલે ભારતીય ઇનિંગ્સની તમામ દસ વિકેટ ઝડપી છે, આ સાથે તેણે મહાન ભારતીય સ્પિનર અનિલ કુંબલેનાં રેકોર્ડની બરાબરી કરી લીધી છે. મુંબઈ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં એજાઝ પટેલે ટીમ ઈન્ડિયાનાં તમામ દસ બેટ્સમેનોની વિકેટો ઝડપી હતી.
#INDvzNZ– 2nd Test at Mumbai | New Zealand's Ajaz Patel takes all 10 wickets in an innings; India all out for 325 pic.twitter.com/GG5Q3i8l1T
— ANI (@ANI) December 4, 2021
આ પણ વાંચો – પ્રવાસ / ઓમિક્રોનનાં ખતરા વચ્ચે ટીમ ઈન્ડિયા કરશે દ.આફ્રિકાનો પ્રવાસ, BCCI એ કરી જાહેરાત
આજની મેચમાં જો તમે ભારતનું સ્કોર કાર્ડ જોશો તો એક તરફ તમને ભારતનાં બેટ્સમેનોનાં નામ દેખાશે અને બીજી બાજુ તમને વિકેટ લેવાની લાઇનમાં એક જ નામ દેખાશે અને તે છે એજાઝ પટેલ. કિવિ સ્પિનરે આજે ધમાલ મચાવી હતી. ભારતનાં તમામ બેટ્સમેનો એક જ બોલરનાં શિકાર બન્યા હતા. 150 રન બનાવનાર મયંક અગ્રવાલ હોય કે શૂન્ય પર આઉટ થનાર અશ્વિન હોય. આ બોલરથી કોઈ બચ્યું ન હતું. આ બોલરે મુંબઈની વાનખેડેની પીચ પર જબરદસ્ત બોલ ટર્ન કરાવ્યો હતો. આ બોલરે મયંક, શુભમન, પૂજારા અને કોહલી જેવી મોટી વિકેટ લીધી હતી. જ્યારે પણ સ્પિનરોની વાત આવે છે, ત્યારે બોલનાં ટપ્પાની વાત થાય છે. એજાઝ પટેલ એ જ ટીપ્પાને પકડીને સતત બોલ ફેંકતો રહ્યો. તેનો લાભ તેને મળ્યો. હવામાન ભલે સ્પિનર મુજબ હોઈ શકે છે પરંતુ વિકેટ માટે સારો બોલ ફેંકવો પડે છે. એજાઝ આ કારનામું કરનાર પ્રથમ કિવી સ્પિનર બની ગયો છે. એજાઝે આ ઇનિંગમાં 48 ઓવર નાંખી હતી. જેમાં તેણે 119 રન આપ્યા અને 10 વિકેટ પોતાના નામે કરી.
#INDvsNZ वानखेड़े स्टेडियम मुंबई में खेले जा रहे भारत और न्यूजीलैंड के बीच दूसरे टेस्ट मैच में पहले बल्लेबाजी करते हुए भारत 325 रन पर ऑल आउट हुआ। मयंक अग्रवाल ने सर्वाधिक 150 रन बनाए। एजाज पटेल ने न्यूजीलैंड के लिए 10 विकेट ली।
(फोटो सौजन्य: BCCI) pic.twitter.com/1TfxR3MsLX
— ANI_HindiNews (@AHindinews) December 4, 2021
આ પણ વાંચો – IND Vs NZ / કોહલીને આઉટ આપવા પર વિવાદ, પરેશ રાવલે કહ્યુ- આ થર્ડ એમ્પાયર છે કે થર્ડ ક્લાસ એમ્પાયરિંગ?
આપને જણાવી દઈએ કે, એજાઝ પહેલા કિવી બોલર જીતન પટેલે 2012માં ભારતમાં 4 વિકેટ લીધી હતી. આ સાથે પટેલે એક જ ઇનિંગમાં 3 વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ પણ બતાવી છે. તે કિવિ સ્પિનર દ્વારા એક ઇનિંગમાં 5 વિકેટ લેનાર પ્રથમ બોલર પણ બની ગયો છે. આ પહેલા મેચમાં એજાઝે મેચ ડ્રો કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
