Not Set/ રાફેલ વિવાદ : સુપ્રીમ કોર્ટે મોદી સરકારને ફટકાર લગાવતા ૧૦ દિવસમાં ડીલ સાથેની માહિતી આપવા કર્યો આદેશ

નવી દિલ્હી, મોદી સરકાર દ્વારા ફ્રાન્સ સાથે કરવામાં આવેલી રાફેલની ડીલને લઈ રાજકીય ભૂકંપ આવી ચુક્યો છે. દેશની વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા સતત આ મુદ્દે મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, ત્યારે હવે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા કેંદ્ર સરકારને ફટકાર લગાવવામાં આવી છે. Supreme Court asks Centre to give details of the pricing […]

Top Stories India Trending

નવી દિલ્હી,

મોદી સરકાર દ્વારા ફ્રાન્સ સાથે કરવામાં આવેલી રાફેલની ડીલને લઈ રાજકીય ભૂકંપ આવી ચુક્યો છે. દેશની વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા સતત આ મુદ્દે મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, ત્યારે હવે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા કેંદ્ર સરકારને ફટકાર લગાવવામાં આવી છે.

રાફેલ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં કેન્દ્ર સરકારને વિમાનની ડીલ માટે કરવામાં આવેલી પ્રક્રિયાનું વર્ણન સીલ બંધ કવરમાં આપવા માટે આદેશ કર્યો છે.

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈના વડપણ હેઠળની ખંડપીઠ દ્વારા રાફેલ ડીલ પર સુનાવણી હાથ ધરતા રાફેલ ડીલની કિમત, તેના લાભ તેમજ ઓફસેટ પાર્ટનરની પસંદગી કરવાની પ્રક્રિયાની વિવરણ આપવા માટે હુક્મ કરવામાં આવ્યો છે.

national-sc-asks-centre-submit-details-rafale-sealed-envelop-10-days

એટોર્ની જનરલ કે કે વેણુગોપાલ દ્વારા ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ જણાવવામાં આવ્યું, “રાફેલ ડીલની જાણકારી જાહેર કરી શકાતી નથી”.

જો કે અરજીકર્તા પ્રશાંત ભૂષણ દ્વારા રાફેલ ડીલની CBI તપાસ કરવવા માટેની માંગને લઈ સુપ્રીમ કોર્ટે કહ્યું, “આ તપાસ માટે હાલ રાહ જોવી પડશે”, ત્યારે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા આગામી સુનાવણી ૧૪ નવેમ્બરના રોજ કરવા માટે આદેશ આપ્યો છે.

૧૦ ઓકટોબરના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આ ડીલ અંગે જાણકારી માંગી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ૧૦ ઓકટોબરના રોજ દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા રાફેલ ડીલ અંગેની જાણકારી માંગી હતી. ત્યારબાદ આ આ ડીલ અંગે સરકાર દ્વારા ૩૬ વિમાનોની ખરીદીની પ્રક્રિયા અંગેની એક નોટ આપવામાં આવી હતી.