ટેસ્લાના માલિક એલન મસ્કની સંપતિમાં એક જ દિવસમાં 36.2 અબજ ડોલરનો વધારો થયો છે. આ વધારા સાથે એલન મસ્ક સંપતિ મામલે જેફ બેઝોસ કરતા પણ આગળ નીકળી ગયા છે.
- મસ્કની નેટવર્થ વધીને થઇ6 અબજ ડોલર થઇ
- ટેસ્લાના શેરની કિંમત એક દિવસમાં 9 ટકા વધી
- એલન મસ્ક પાસે ટેસ્લાના 23 ટકા શેર
કાર ભાડે આપતી કંપની હર્ટ્ઝે ટેસ્લા સાથે એક લાખ કાર ખરીદવાની સમજૂતી કરતા ટેસ્લાના માલિક એલન મસ્કની સંપત્તિમાં (GRAFIX IN) એક જ દિવસમાં ૩૬.૨ અબજ ડોલર એટલે કે ૨.૭૧ લાખ કરોડ રૂપિયાનો વધારો થયેો છે. આ સાથે જ મસ્કની નેટવર્થ વધીને ૨૮૮.૬ અબજ ડોલર થઇ ગઇ છે.
હર્ટ્ઝે એક લાખ ટેસ્લા કાર ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. જેના કારણે ટેસ્લાના શેરની કિંમતમાં ૧૪.૯ ટકાનો વધારો થઇને ૧૦૪૫.૦૨ ડોલર થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે એલન મસ્ક પાસે ટેસ્લાના ૨૩ ટકા શેર છે. આ સાથે જ મસ્ક પાસે રહેલા ટેસ્લાના શેરોની કીંમત વધીને ૨૬૯ અબજ ડોલર થઇ ગઇ છે.
બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સના ઇતિહાસમાં કોઇ ઉદ્યોગપતિની સંપત્તિમાં થયેલો એક દિવસનો આ સૌથી મોટો વધારો છે. આ અગાઉ ચાઇનિઝ ટાયકૂન ઝોંગ શાનશાનની સપત્તિમાં ગયા વર્ષે એક જ દિવસમાં 3૨ અબજ ડોલરનો વધારો થયો હતો.
ઉલ્લેખનીય છે કે મસ્કની બે તૃતિયાંશ ભાગની નેટવર્થ ઇલેક્ટ્રિક કાર કંપનીના શેર સાથે સંકળાયેલી છે. ઉલ્લેખનીય છે કે મસ્ક ટેસ્લાના સહ સ્થાપક અને સીઇઓ છે. આ સાથે જ બ્લૂમબર્ગ ઇન્ડેક્સમાં મસ્ક એમેઝોનના જેફ બેઝોસ કરતા ઘણા આગળ નીકળી ગયા છે. જેફ બેઝોસ ૧૯૩ અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમે છે.
આ ઉપરાંત મસ્ક રોકેટ બનાવતી કંપની સ્પેસ એક્સના સીઇઓ અને અગ્રણી શેર હોલ્ડર છે. આ કંપનીની માર્કેટ કેપ ૧૦૦ અબજ ડોલરથી વધારે છે. ટેસ્લાના શેરમાં થયેલા વધારાને કારણે તેની માર્કેટ કેપ વધીને એક લાખ કરોડ ડોલરને પાર થઇ ગઇ છે. જો કે એપલ, એમેઝોન, માઇક્રોસોફટ અને આલ્ફાબેટની માર્કેટ કેપ અગાઉથી જ એક લાખ ડોલરથી વધારે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર જે રીતે મસ્કની નેટવર્થ વધી રહી છે તે જોતા એવુ લાગે છે કે તે વિશ્વના પ્રથમ ટ્રિલિયોનર બની શકે છે.
કોલ સેન્ટરનો પર્દાફાશ / ATSએ કર્યો ઈન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ, જુહાપુરાથી એક યુવકની કરવામાં આવી ધરપકડ
કોરિયાનો કપરો કાળ / ઉત્તર કોરિયાની હાલત કફોડી, ભૂખમરાથી મરી રહ્યાં છે લોકો
