Suicide/ એવું તો શું થયું કે, પહેલા જાતને સળગાવી અને બાદમાં પાંચમા માળેથી લગાવી મોતની છલાંગ

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં સમર્પણ ટાવરના પાંચમા માળે જયપ્રકાશ નામના વૃદ્ધે તેમના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. બંને દીકરીઓના લગ્ન થઈ ગયા છે. તો બીજી તરફ, જયપ્રકાશ પણ નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતા.

Ahmedabad Gujarat

ગુજરાતમાં આપઘાતનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. દિનપ્રતિ દિન આપઘાતના કેસમાં વધારો થઇ રહ્યો છે. જ્યારે આવામાં વધુ એક અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આપઘાતની ઘટના સામે આવી છે. જ્યાં વહેલી સવારે સમર્પણ ટાવરમાં એક વૃદ્ધે પહેલા પોતાની જાતને સળગાવી અને બાદમાં પાંચમા માળથી મોતની છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં સમર્પણ ટાવરના પાંચમા માળે જયપ્રકાશ નામના વૃદ્ધે તેમના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. બંને દીકરીઓના લગ્ન થઈ ગયા છે. તો બીજી તરફ, જયપ્રકાશ પણ નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતા. ત્યારે આજે મળસ્કે જ્યારે સોસાયટીના સદસ્યો ભર ઊંઘમાં હતા, ત્યાં તેમણે આત્મહત્યાનું પગલુ ભર્યું હતું. પહેલા તો તેમણે પોતાની જાતને સળગાવી હતી. સળગેલી હાલતમાં બાદમાં તેઓએ પાંચમા માળે પોતાના મકાનથી નીચે કૂદકો માર્યો હતો.

આ પણ વાંચો : યુવતીની બાબતમાં એક યુવક પર કરાયો છરી વડે હુમલો

જયપ્રકાશે કરેલી આત્મહત્યાના દ્રશ્યો ટાવરમાં લગાવાયેલા સીસીટીવીમાં કેદ થયા છે. તો તેમના આ પગલાથી રહેવાસીઓમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જયપ્રકાશના આત્મહત્યા બાદ લોકો દોડી આવ્યા હતા. લોકોએ તેમના શરીર પર પાણી નાંખીને આગ બૂઝવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને તાત્કાલિક વૃદ્ધને સારવાર માટે 108માં હોસ્પિટલમાં મોકલ્યા હતા. જ્યાં તેઓનું મોત થયું હતું.

આ પણ વાંચો : સરકાર ની ગાઈડલાઇન મુજબ ઉજવાશે ઉતરાયણ, ડ્રોન મારફતે પોલીસ રાખશે નજર

પત્ની અને બે બાળકીઓને જાણ ન થાય તે રીતે વૃદ્ધે આપઘાત કર્યાની આશંકા છે. ઘાટલોડિયા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે. પંચનામું કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :ઉત્તરાયણની ઉજવણી કરવા ગૃહમંત્રી આવશે વતનમાં

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો