અનામત પ્રક્રિયાને લઇને ગુજરાત જ નહીં દેશભરમાં વારંવાર સવાલો ઉઠતા રહે છે ત્યારે આજરોજ દિલ્હીમાં જસ્ટિસ ઉદય લલિતની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચે અનામતના લાભ માટે દાખલ કરેલી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે અનામત પદ ભરવા માટે અરજદારોએ જાતિને બદલે તેમની યોગ્યતા પર ધ્યાન અપાવવું જોઈએ તેમજ હોશિયાર ઉમેદવારોની સહાયતા કરવી જોઈએ. ઉપરાંત, કોઈપણ સ્પર્ધામાં અરજદારોની પસંદગી સંપૂર્ણ ગુણવત્તા પર આધારિત હોય તે જરુરી છે.
Cricket / ભારતીય ટીમના કોચ દ્રવિડને બનાવો, ટીમ ઈંડિયાના ધબડકા બાદ રવિ …
વધુમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અનામતને માટે સામાન્ય કેટેગરીના લાયક ઉમેદવારો માટેની તક પર કાપ મૂકાઇ રહ્યો છે તે રીતે નિયમનું પાલન કરવું જોઈએ નહીં. ચુકાદાની ટિપ્પણી તરીકે સુપ્રીમ કોર્ટની અલગ બેંચના જસ્ટીસ એસ. રવિન્દ્ર ભટ્ટ દ્વારા આ લેખિત નિવેદન આપવામાં આવ્યું હતું.સુપ્રીમ કોર્ટે જાતિગત અનામત કેસમાં શુક્રવારના રોજ પોતાનો ચુકાદો આપ્યો હતો. આ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે ક્વોટા પોલિસીનો અર્થ લાયકાતને નકારી કાઢવાનો નથી. ઉદ્દેશ્ય યોગ્ય ઉમેદવારોને નોકરીની તકોથી વંચિત રાખવાનો નથી, ભલે તે અનામત કેટેગરીના હોય. જાતિગત અનામતની અરજી પરઅનામતને લઈને સુપ્રીમ કોર્ટનું મોટું સૂચન”ઓપન કેટેગરી તમામ માટે છે”
રાજકોટ / ભૂમાફિયાઓ હજુ પણ બેફામ, માંડા ડુંગર પાસે સૂચિત પ્લોટમાં કબજા…
આ ચુકાદા અંતર્ગત જસ્ટિસ ભટ્ટે લખ્યું છે કે આમ કરવાથી પરિણામ જાતિગત આરક્ષણ થશે, જ્યાં પ્રત્યેક સામાજિક કેટેગરી તેના અનામતના ક્ષેત્રમાં મર્યાદિત રહેશે અને યોગ્યતાને નકારી શકાય. બધા માટે ઓપન કેટેગરી હોવી જોઈએ. ત્યાં એક જ શરત હોવી જોઈએ કે અરજદારને કોઈપણ પ્રકારની અનામતના લાભને ધ્યાનમાં લીધા વિના, તેની લાયકાત બતાવવાની તક મળે.
રાજકોટ / રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે વિવિધ રાજ્યોમાં ગુનાખોરી આચરતા ઈરાની …
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
