Not Set/ રાજ્યમાં ભારત-પાક મેચનો ઉત્સાહ, રાષ્ટ્ર ધ્વજના વેચાણમાં થયો વધારો

આજે સવારથી જ ભારતીય ધ્વજ ખરીદવા માટે ક્રિકેટ પ્રેમીઓ આવી રહ્યા છે, બપોરે 2 વાગ્યા સુધીમાં રૂપિયા 60 હજારની કિંમતના 120થી વધારે રાષ્ટ્રધ્વજનું વેચાણ થયું છે

Gujarat

આજે રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની રોમાંચક મેચને લઇને શહેરીજનોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે. બંને દેશો વચ્ચે રમાનારી મેચ માટે 150થી વધુ રેસ્ટોરાં,કાફે, હોટલ, પાર્ટીપ્લોટ અને સોસાયટીઓમાં મોટી સ્ક્રિન પણ લગાવી દેવામાં આવી છે. ઘણા લોકોએ પરિવાર અને મિત્રો સાથે મેચ જોવાનો પ્લાનિંગ બનાવી કેફે અને રેસ્ટોરાંમાં 70 ટકા ટેબલો પણ બુક કરાવી દીધા છે. આ ઉપરાંત રાષ્ટ્રધ્વજ ખરીદવા ક્રિકેટ રસિયાઓ ખાદી ગ્રામોદ્યોગમાં ઉમટી પડ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને વડોદરાના ક્રિકેટર હાર્દિક પટેલના પિતા સ્વ. હિમાંશુ પંડ્યાના અંગત મિત્ર અને પારિવારિક સભ્ય કહેવાતા વાસીમ અલી પીરઝાદાએ જણાવ્યું હતું કે, આજે ભારતીય ટીમનો પાકિસ્તાન સામે ભવ્ય વિજય થશે. જેમાં મારા મિત્રના પુત્ર હાર્દિક પંડ્યાનો ભારતીય ટીમના વિજયમાં સાથે સિંહ ફાળો હશે. હાલ હાર્દિક પંડ્યાના પરિવારના સભ્યો મુંબઈમાં રહે છે. જોકે આજે અમે પરિવારજનો અને મિત્રો એક સાથે બેસીને ભારત અને પાકિસ્તાનની મેચનો આનંદ લઈશું. હાર્દિક પંડ્યા અને ભારતીય ટીમને શુભેચ્છા પાઠવું છું.

અમને વિશ્વાસ છે.. 

ક્રિકેટ પ્રેમી મુક્તિ પટેલે જણાવ્યું હતું કે, ઘણા સમય બાદ આજે ભારત પાકિસ્તાનની મેચ હોવાથી અમને ઉત્સાહ છે. આજે અમે મિત્રો અને પરિવારજનો સાથે મળીને મેચનો આનંદ લેવાના છે. ચાલુ મેચ દરમિયાન ભારતીય ખેલાડી ફોર મારે, સિક્સ મારે, કેચ પકડે તો તે સમયે ધ્વજ ફરકાવવા માટે અમે ખાદી ગ્રામ ઉદ્યોગમાં રાષ્ટ્રધ્વજ ખરીદવા આવ્યા છીએ. અમને વિશ્વાસ છે કેસ આજે ભારતીય ટીમ ચોક્કસ જીતશે.

રાષ્ટ્રધ્વજનું વેચાણ..

ખાદી ગ્રામોદ્યોગના મેનેજર જશવંતસિંહ પઢીયારે જણાવ્યું હતું કે, આજે સવારથી જ ભારતીય ધ્વજ ખરીદવા માટે ક્રિકેટ પ્રેમીઓ આવી રહ્યા છે. બપોરે 2 વાગ્યા સુધીમાં રૂપિયા 60 હજારની કિંમતના 120થી વધારે રાષ્ટ્રધ્વજનું વેચાણ થયું છે.

ભારત અને પાકિસ્તાનની મેચનો ઉત્સાહ પરાકાષ્ઠાએ પહોંચે છે. નવલખી મેદાનમાં ક્રિકેટ રમતા ક્રિકેટ રસિયાઓએ ભારતીય ટીમનો પાકિસ્તાન સામે ભવ્ય વિજય થશે તેવી આશા વ્યક્ત કરી હતી. ક્રિકેટ પ્રેમીઓએ જણાવ્યું હતું કે, ભારતીય ટીમ હાલમાં ફુલ ફોર્મમાં છે. ભારતીય ટીમની ઓપનિંગ જોડી વિજયનો પાયો નાખશે તે સાથે બેટિંગ લાઇન અપ પણ સારું હોવાથી ભારતીય ટીમ વિજય બનશે. ભારતીય ટીમના બોલરોઓ પણ ફુલ ફોર્મમાં હોવાથી પાકિસ્તાન માટે જીતવું મુશ્કેલ છે. ક્રિકેટ પ્રેમી યુવાનો ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસ કોડ સાથે નવલખી મેદાનમાં ક્રિકેટ રમવા આવી પહોંચ્યા હતા.