તમિલનાડુના મુખ્યમંત્રી એ મોટી જાહેરાત કરી છે. ધોરણ 9, 10 અને 11 ના વિદ્યાર્થીઓને વગર પરીક્ષાએ ચઢાવ પાસ કરાવી દેવામાં આવશે. કોરોના સંક્રમણ વચ્ચે શૈક્ષણિક કાર્ય અને પરીક્ષાઓના સમાચાર વચ્ચે તામિલનાડુ સરકારે વાલીઓને મોટા સમાચાર આપ્યા છે.વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની અપીલને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું શિક્ષણ વિભાગ જણાવ્યું હતું.
Political / રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં વધુ એક ગાબડું, બક્ષીપંચ મોરચા પ્રમુખે કેસરીયો ધારણ કર્યો
રાજ્યના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ નિયમ 110 હેઠળ વિધાનસભામાં જાહેરાત કરી હતી કે, 2020-21ના શૈક્ષણિક વર્ષમાં આ વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેપરીક્ષા નહીં યોજાય અને વિદ્યાર્થીઓને સીધા જ સત્રમાં પાસ કરી દેવામાં આવશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, મહામારીને કારણે સર્જાયેલ અસામાન્ય સ્થિતિને જોતા શિક્ષકો અને વિદ્યાર્થીઓની અપીલને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Political / વસાવા Vs વસાવા : નર્મદા જિલ્લામાં મનસુખ વસાવાએ છોટુ વસાવાને રંગ બદલતો કાચીંડો કહ્યો, નેતાઓનો વાણીવિલાસ
કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓ માત્ર ઓનલાઇન અભ્યાસ કરી શકતા હતા. આપને જણાવી દઇએ કે, આ પહેલા રાજ્યમાં 1થી8 માટે શાળાઓ શરૂ કરવા મામલે રાજ્યના શિક્ષણમંત્રીએ ના પાડી હતી. 12 ફેબ્રુઆરીના રોજ કે.એ.સેનગોટ્ટિયને કહ્યું કે, અત્યારે શાળા ફરી શરૂ કરવાનો નિર્ણય નથી લેવાયો છે.

Cricket / અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને લઇને સચિને કર્યો મોટો ખુલાસો
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
