Not Set/ કાબુલમાં મિલિટરી હોસ્પિટલ પાસે વિસ્ફોટ, 19ના મોત, 50 ઘાયલ

કાબુલમાં સરદાર મોહમ્મદ દાઉદ ખાન મિલિટરી હોસ્પિટલની બહાર નાગરિકોને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.

Top Stories World

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં વિસ્ફોટ અને ગોળીબારના અહેવાલો સામે આવ્યા છે. સત્તાવાર માહિતી અનુસાર, હુમલામાં 19 લોકો માર્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 50 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ન્યૂઝ એજન્સી એએફપી પાસેથી મળેલી માહિતી અનુસાર કાબુલ શહેરમાં સરદાર મોહમ્મદ દાઉદ ખાન મિલિટરી હોસ્પિટલ પાસે મંગળવારે બે વિસ્ફોટ થયા હતા અને ત્યાર બાદ ફાયરિંગનો અવાજ પણ સંભળાયો હતો. ઘટનાસ્થળની નજીક રહેતા લોકોએ શેર કરેલી તસવીરોમાં બ્લાસ્ટ બાદ ધુમાડો જોઈ શકાય છે.

તાલિબાનના નાયબ પ્રવક્તા બિલાલ કરીમીએ એસોસિએટેડ પ્રેસ (એપી) ને જણાવ્યું કે કાબુલમાં સરદાર મોહમ્મદ દાઉદ ખાન મિલિટરી હોસ્પિટલની બહાર નાગરિકોને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. તેણે એ વાતની પણ પુષ્ટિ કરી ન હતી કે ઘટનાસ્થળે બીજો વિસ્ફોટ થયો હતો. તેમજ આ ઘટનાની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી.

 

અગાઉ, અફઘાનિસ્તાનના કુન્દુઝ શહેરની એક શિયા મસ્જિદમાં થયેલા આત્મઘાતી બોમ્બ હુમલામાં ઓછામાં ઓછા 55 લોકો માર્યા ગયા હતા. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે જગ્યાએ જગ્યાએ અનેક હુમલા કર્યા છે. તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ આ વિસ્તારમાં આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે.

ડ્રગ કેસ / નવાબ મલિકના આરોપમાં શું છે તથ્ય ? સમીર વાનખેડે કેટલી મિલકત ધરાવે છે? આવો જાણીએ

Politics / દિવાળી પહેલા ભાજપને મોટો ઝટકો, પેટાચૂંટણીમાં માત્ર 7 બેઠકો હાથ લાગી

વડોદરા / માટીમાંથી ફટાકડા બનાવવાની આ કળા 400 વર્ષ જૂની છે, આવી રીતે બનાવતા હતા ફટાકડા