Not Set/ કેરળમાં કોરનાની વિસ્ફોટક સ્થિતિ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ 42 હજારને પાર

કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોના બેકાબુ નવા કેસોની સંખ્યા 23,700 કોરોના કાબુમાં લેવા માટે કેન્દ્ર સરકારે  મેડિકલની ખાસ ટીમ કેરળ મોકલી

Top Stories

દેશમાં કોરોના કેસોની સંખ્યામાં વઘઘટ થઇ રહી છે  કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો નોંધાય છે પરતું હજીપણ બીજી લહેર સમાપ્ત થઇ નથી ,કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના નવા સંક્રમણના કેસો 42 હજારથી વધુ નોંધાયા છે ,જે બે દિવસની સરખામણીમાં વધારે છે જેના પરથી અંદાજ લગાવી શકાય છે કોરોના નાબુદ થયો નથી પરતું ફરીવાર દસ્તક આપી રહ્યું છે.

કોરોનાની સ્થિતિ કેરળમાં સ્ફોટક છે ,નવા કેસોની સંખ્યા ખુબ  વધી રહી છે જે ચિતાજનક છે,છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોના બેકાબુ બન્યો છે. કોરોનાના નવા સંક્રમણના કેસોની સેખ્યા 23700 થઇ છે. કોરોનાને માત આપીને સાજા થનારાઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણના કેસો સામે રિકવરીના કેસો છેલ્લા 24 કલાકમાં ઘટીને 36 હજાર થયા છે, ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા ફરી એકવાર 4 લાખને પાર થઇ ગઇ છે.

કેરળમાં કોરોનાની સ્થિતિ અતિ ભયાનક છે ત્યાં કેસ ખુબ વધી રહ્યા છે .  કોરોના કાબુમાં લેવા માટે કેન્દ્ર સરકારે  મેડિકલની ખાસ ટીમ કેરળ મોકલી છે.રાજ્ય સરકારે લોકડાઉન કડક કરી દીધાં છે ત્યાં કોરોનાની ગાઇડલાઇન મુજબ જ લોકોએ અમલીકરણ કરવું પડશે તેવા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છએ.

સરકારે કોરોના સામેની જંગ માટે વેક્સિનેશન પર ભાર મુક્યો છે, અને લોકડાઉનમાં પણ શરતી છૂટછાટ આપી છે ,કોરોનાની ગાઇડવાઇનનો અમલ કડક રીતે કરાવી રહી છે, હજીપણ કોરોનાની બીજી લહેર સમાપ્ત થઇ નથી અને કેસ ફરી એકવાર વધી રહ્યા છે જે મુશ્કેલી સર્જે તેવા છે,નિષ્ણાતોના મત મુજબ કોરોનાની ત્રીજી લહેર પ્રબળ સંભાવના છે. ત્યારે દેશના અનેક રાજ્યોમાં કોરોનાની સ્થિતિ ભયજનક છે.