ગુજરાતના મુખ્યસચિવ પંકજકુમારને પણ વધુ આઠ મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં પંકજ કુમાર ઉપર વિશેષ જવાબદારીઓ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સરકારનાં આદેશ અનુસાર નવી સરકારનું ગઠન થશે નહિ ત્યાં સુધી સીએસ પંકજકુમાર મુખ્ય સચિત તરીકેનો કારભાર સંભાળશે. આ બાબતે આજે જ કેન્દ્ર તરફથી પણ ઓર્ડર આપવામાં આવશે એવું સુત્રો દ્વારા જાણવા મળેલ છે.
પંકજ કુમાર 1986ની બેચના આઈએએસ છે. મૂળ તેઓ બિહારના વતની છે અને આઈઆઈટીના પૂર્વ વિદ્યાર્થી છે. ટેકનૉક્રેટ પંકજ કુમારે રાજ્યમાં અનેક વિભાગોમાં ઉત્તમ કામગીરી કરી છે. તેમની રાહબરીમાં મહેસૂલ વિભાગમાં ક્રાંતિકારી ડિજિટલ કામ થયા હતા. આ ઉપરાંત સરકારે તેમને કોરોનાકાળમાં પણ મહત્ત્વની જવાબદારી સોંપી હતી. આ સમયે તેમણે કરેલી કામગીરીની માધ્યમોમાં પણ ખૂબ નોંધ લેવાઈ હતી.

આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદી આજે અમરોહાના ડ્રમવાદકો સાથે ચર્ચા કરી શકે છે
