TELLYWOOD NEWS/ લોકપ્રિય શો અનુપમામાં જાણો કેવો રીતે મળ્યો રૂપાલી ગાંગુલીને અનુપમાનો મુખ્ય રોલ

શું તમે જાણો છો કે ટીવી શોની જેમ સીરિયલમાં લીડ રોલ કરનાર અભિનેત્રી રૂપાલી ગાંગુલીના જીવનમાં પણ મોટો ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે

Entertainment

હાલ ટેલિવિઝન  પર સૌથી  લોકપ્રિય ચાલતો શો   ખૂબ  જ જોરદાર ચાલી  રહ્યો છે . મહત્વનુ છે કે ‘અનુપમા’માં દિવસોથી સતત ટ્વિસ્ટ આવી રહ્યા છે. હવે અનુપમાના જીવનમાં અનુજ કાપડિયાનો પ્રેમ આવી ગયો છે. પરંતુ શું તમે જાણો છો કે ટીવી શોની જેમ સીરિયલમાં લીડ રોલ કરનાર અભિનેત્રી રૂપાલી ગાંગુલીના જીવનમાં પણ મોટો ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે તેણે આ શો માટે ઓડિશન આપ્યું. આ ઓડિશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

રૂપાલી ગાંગુલીના ઓડિશનનો આ વીડિયો તેના એક ફેન્સ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં રૂપાલીને અનુપમાના પાત્ર તરીકે સજ્જ જોઈ શકાય છે. ક્ષણે ક્ષણે બદલાતા અભિવ્યક્તિઓ સાથે તેનું આ ઓડિશન અદ્ભુત છે એમ કહેવું ખોટું નહીં હોય. 

https://www.instagram.com/p/CPXP5NKBt7i/?utm_source=ig_embed&ig_rid=77b9c3b9-40a2-49fa-9f34-21e65bdca76d

આ  પણ  વાંચો:ગુજરાતમાં / CNGના ભાવ 2.50 વધતા ઓટોરિક્ષા એસોસિએશને મિનિમમ ભાડું 30 રૂપિયા કરવાની કરી માંગ

રૂપાલી ગાંગુલીનો આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, ‘અનુપમા ઓડિશન. સંપૂર્ણપણે શોધાયેલ વિડિઓ. ખૂબ વાસ્તવિક ઓડિશન. અમે બધા અનુપમાને પ્રેમ કરીએ છીએ. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો ધૂમ મચાવી રહ્યો છે. 

શોની વાત કરીએ તો હાલમાં જ સ્ટોરીમાં એક નવી એન્ટ્રી થઈ છે. અનેરી વજાનીએ શોમાં અનુજ કાપડિયાની બહેન માલવિકા તરીકે એન્ટ્રી કરીને શોને સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. હવે લાગે છે કે ટૂંક સમયમાં જ અનેરી અનુપમાને તેના ભાઈ અનુજ સાથે પરણાવી દેશે.   

આ પણ  વાંચો;Interesting / લો બોલો,આ દેશમાં લોકો કબ્રસ્તાનમાં સૂઈને નવા વર્ષનું સ્વાગત કરે છે….