સરદાર ઉધમ` રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મમાં વિકી કૌશલ અને બનિતા સંધૂ લીડ રોલમાં છે જ્યારે શૂજિત સરકારે આને ડિરેક્ટ કરી છે. ફિલ્મ દેશભક્ત સરદાર ઉધમ સિંહને લઈને બનાવવામાં આવી છે. પણ ફિલ્મ લોકોને જકડી રાખવામાં નિષ્ફળ રહી છે. ફિલ્મની લંબાઇ અને ધીમી ગતિના લીધે નબળી બનાવે છે
સરદાર ઉધમની સ્ટોરી શેર સિંહ એટલે કે ઉધમ સિંહની છે. જેને જલિયાંવાલા હત્યાકાંડનો બદલો લેવો છે. 1919ના જલિયાંવાલા હત્યાકાંડ માટે પંજાબના પૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર માઇકલ ડાયર જવાબદાર છે. ઉધમ સિંહે તેને મોતને ઘાટ ઉતારવાનો છે. ફિલ્મની સ્ટોરી ઉધમ સિંહની ચારેબાજુ વણાયેલી છે. શરૂઆતમાં જ ઉધમ કેવી રીતે ડાયરને મારી નાખે છે એ બતાવવામાં આવ્યું છે. ત્યાર બાદ ફિલ્મ બેકગ્રાઉન્ડ અને વર્તમાનમાં ચાલે છે.
શૂજિત સરકારની ફિલ્મ બનાવવાની એક આગવી સ્ટાઇલ રહી છે. તે સ્ટાઇલ તેની અહીં પણ દેખાય છે. સ્ટોરી પ્રેઝેન્ટ અને પાસ્ટમાં ચાલે છે. પણ ફિલ્મની ગતિ હેરાન કરે છે. ફિલ્મ ખૂબ જ સ્લો છે. આ કારણે ફિલ્મ કનેક્ટ કરવામાં નિષ્ફળ રહી છે અને અનેક જગ્યાએ કંટાળાજનક લાગે છે
વિકી કૌશલે ફિલ્મમાં ઉધમ સિંહનું પાત્ર ભજવ્યું છે. વિકીની એક્ટિંગ સારી છે પણ અનેક સીન્સમાં તેના એક્સપ્રેશન્સ પણ સાવ સપાટ થઈ જાય છે અને તે આ પ્રકારના ભાવ વ્યક્ત કરી શકતો નથી, જેવી તેની પાસેથી આશા હતી. બનિતા સંધૂએ સારું કામ કર્યું છે.
