બોલીવુડ ન્યુઝ/ જાણો, ગીતા બસરા અને હરભજન સિંહે શું પાડ્યું દીકરાનું નામ..

અભિનેત્રી ગીતા બસરા અને તેના પતિ હરભજનસિંહના ઘરે  હમણા જ બાળક નો જન્મ થયો . ત્યારે  તેઓએ તેના ચાહકોને તેના પુત્રના નામ વિશે જણાવ્યું છે.

Entertainment

અભિનેત્રી ગીતા બસરા અને તેના પતિ હરભજનસિંહના ઘરે  હમણા જ બાળક નો જન્મ થયો . ત્યારે  તેઓએ તેના ચાહકોને તેના પુત્રના નામ વિશે જણાવ્યું છે. અભિનેત્રી ગીતા બસરા એ તેની દીકરી હિનાયાનો એક સુપર ક્યૂટ ફોટો તેના પુત્ર સાથે તેની ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટ દ્વારા ગીતાએ જણાવ્યું હતું કે તેણે પોતાના પુત્રનું નામ જોવાન વીરસિંહ પ્લાહા રાખ્યું છે. 

https://www.instagram.com/p/CRx8mwxsfpf/?utm_source=ig_embed&ig_rid=15a94a58-946b-45d1-b46b-7a7794b090cb

ગીતા બસરા અને હરભજન સિંહની પુત્રી હિનાયા તેના નાના ભાઈને ખોળામાં લઇને નજરે પડે છે. ભાઈ અને બહેનની આ તસવીર ખૂબ જ સુંદર લાગી રહી છે. જોકે,પુત્રનો ચહેરો દેખાતો નથી.હકો તેમની પોતાની શૈલીમાં તેમને અભિનંદન આપી રહ્યા છે. ચાહકોને આ ક્યૂટ ફોટો ખૂબ જ પસંદ આવી રહ્યા છે અને લોકોને પણ પ્રેમ મળી રહ્યો છે. 

https://www.instagram.com/p/CRI9ExwnR4H/

અભીનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર વીડિયો પણ શેર કર્યો હતો જે એકદમ વાયરલ થયો હતો. આ વીડિયો દ્વારા ગીતાએ તેના ચાહકોને તેમના પ્રેમ અને સમર્થન બદલ આભાર માન્યો હતો. ચાલો તમને જણાવી દઈએ કે આ કપલે 10 જુલાઇએ બેબી બોયનું સ્વાગત કર્યું હતું.