છેલ્લા કેટલાક વર્ષોમાં NDRF એ લોકમુખે ચર્ચાતું નામ બની ગયું છે. ભારે વરસાદ હોય છે પૂર લોકોના જીવ બચાવવા માટે ગમેતેવી કપરી પરિસ્થિતિમાં પણ હમેશા તૈયાર જ હોય. અત્યાર સુધી આ ફોર્સમાં માત્ર પુરુષ જ કામ કરતાં હતા. પરંતુ હવે તેમાં મહિલાઓ પણ જોવા મળશે.
NDRF એટ્લે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સએ ગુજરાતમાં તેની બટાલિયનમાં મહિલાઓનો સમાવેશ કર્યો છે. આ મહિલા કર્મચારીઓને ગર્ભાવસ્થા-સંબંધિત કટોકટીના કિસ્સામાં પ્રિનેટલ કેર અને મિડવાઇફરી તરીકેની પણ તાલીમ આપવામાં આવે છે. “પૂર દરમિયાન, સેંકડો લોકો દૂરના વિસ્તારોમાં ફસાઈ જાય છે અને આવી પરિસ્થિતિઓમાં સૌથી વધુ અસર સગર્ભા સ્ત્રીઓ અને બાળકોને થાય છે.જે પૂરના ભરાયેલા પાણીમાં હોસ્પિટલ નથી પહોચી શકતી. તેમની ડિલિવરી બાકી હોય, તો તેમને હોસ્પિટલ સુધી પહોંચવા માટે પૂરમાંથી પસાર થવું મુશ્કેલ અને જોખમી બની જાય છે. અને આવી પરિસ્થિતિને પહોચી વળવા માટે જ NDRFમાં મહિલાઓની ભરતી કરવામાં આવી છે.
આ અંગે માહિતી આપતા NDRFના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે,”અમારી મહિલાઓની ટીમને કટોકટીની સ્થિતિમાં બાળકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવા અને મહિલાઓને તબીબી કટોકટીના કિસ્સામાં સહાય કરવા ખાસ તાલીમ આપી તૈયાર કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત મહિલા આવા સંજોગોમાં મહિલા બચાવકર્તા હોય તો તેને પણ આરામદાયક લાગે છે.”
હાલમાં ત્રણ મહિલા NDRF કમાન્ડોને નર્મદા જિલ્લામાં પૂરગ્રસ્ત રાજપીપળા તાલુકામાં તૈનાત કરવામાં આવી હતી. આ મહિલાઓ, જેઓ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) માંથી છે, તેઓ એક વર્ષ પહેલા NDRFમાં દાખલ થયા હતા. 19-સપ્તાહના મૂળભૂત તાલીમ સત્રમાં, આ મહિલાઓએ તેમના પુરૂષ સમકક્ષો સાથે તમામ પાયાની તાલીમ લીધી હતી. જેમાં જળચર આપત્તિ, રાસાયણિક અને રેડિયોલોજીકલ આપત્તિ, પ્રાણી વ્યવસ્થાપન, દોરડા બચાવ ઉપરાંત ગર્ભાવસ્થા સંબંધિત કટોકટી પર વિશેષ તાલીમનો સમાવેશ થાય છે. NDRF 6 બટાલિયનમાં આઠ મહિલાઓ સિવાય 600 પુરૂષો છે.
આ અંગે એક મહિલા “NDRF કમાન્ડો એ જણાવ્યુ હતું કે,આ વ્યવસ્થાથી અમને નવું એક્સપોઝર અને સમુદાય તાલીમ મળશે. અમે અમારી આસપાસના સમુદાયમાં સીધું યોગદાન આપીશું. NDRFમાં, અમે જીવન બચાવવામાં વધુ પ્રયત્ન કરીશું,”
અકસ્માત / દાહોદમાં માલગાડી પાટા પરથી ઉતરી, રેલ વ્યવહાર ખોરવાયો
