અકસ્માત/ દાહોદમાં માલગાડી પાટા પરથી ઉતરી, રેલ વ્યવહાર ખોરવાયો

વેસ્ટન રેલવેના રતલામ ડિવિઝનમાં સમાવિષ્ટ દાહોદ જિલ્લાના મંગલ મહુડી નજીક ગુડ ટ્રેનને ભયાનક અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના એટલી ખતરનાક હતી કે એક સાથે એક પર એક ડબ્બા ચડી ગયા હતા.

Top Stories Gujarat

વેસ્ટન રેલવેના રતલામ ડિવિઝનમાં સમાવિષ્ટ દાહોદ જિલ્લાના મંગલ મહુડી નજીક ગુડ ટ્રેનને ભયાનક અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના એટલી ખતરનાક હતી કે એક સાથે એક પર એક ડબ્બા ચડી ગયા હતા. રેલવે લાઈનની ઉપર આવેલ 35,000 કિલોવોટની ઇલેક્ટ્રીક લાઈન પણ તૂટી ગઈ હતી. જોકે આ ગમખ્વાર અકસ્માતમાં સદભાગ્ય કોઈ જાનહાની થઇ નથી.

ગુજરાતના દાહોદ જિલ્લાના મંગલ મહુડી રેલ્વે સ્ટેશન પાસે આજે સવારે લગભગ 1 વાગ્યે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. જેના કારણે ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. દાહોદ જિલ્લાના મંગલ મહુડી રેલ્વે સ્ટેશન પાસે  મોદી રાત્રે લગભગ 1 વાગ્યે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો.  આ અકસ્માત અંગે હજુ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

દાહોદના મંગલ મહુડી રેલ્વે સ્ટેશન પાસે એક માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે ઘણી જગ્યાએ રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. જેના કારણે રેલવેએ ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરી દીધા છે. પશ્ચિમ રેલ્વેના ડીઆરએમ- મુંબઈ સેન્ટ્રલે એક ટ્વિટમાં જણાવ્યું છે કે રતલામ ડિવિઝનમાં એક માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે ઘણી ટ્રેનો ડાયવર્ટ રૂટ પર દોડશે. રેલવેએ મુસાફરોને પડેલી અસુવિધા બદલ માફી માંગી છે. મુંબઈ રેલ્વેના ડીઆરએમએ ટ્વિટર પર એવી ટ્રેનોની સંખ્યા પણ આપી છે કે જેના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

 

એ જ રીતે DRM કોટાએ પણ એક ટ્વિટમાં માહિતી આપી છે કે પશ્ચિમ રેલવેમાં રતલામ-ગોધરા સેક્શનમાં મંગલ મહુડી (MAM) – લીમખેડા (LMK) વચ્ચે માલસામાન ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરેલા રૂટ પર ચલાવવામાં આવશે. તેમણે તે ટ્રેનોના નામ પણ આપ્યા છે, જેના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

Tourism/ દરરોજ એક ફ્લાઈટ અવકાશમાં ઉડાન ભરશે, કરોડોની ટિકિટ… 800 લોકોએ બુક પણ કરાવી