નાગરિકત્વ સુધારણા કાયદો (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (એનઆરસી) નાં પ્રદર્શનકારીઓ પર સગીર યુવક દ્વારા ગોળી ચલાવ્યા બાદ આ ઘટના અંગે હંગામો મચ્યો છે. બોલિવૂડનાં દિગ્દર્શક અનુરાગ કશ્યપે, જેમણે પહેલા જ મોદી સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે, તેમણે આ મુદ્દે ફરી એકવાર ભાજપ અને સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે ગુરુવારે ટ્વીટ કરીને પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને ઘેરી લીધા છે.
નોંધપાત્ર વાત એ છે કે, અનુરાગ કશ્યપે ભૂતકાળમાં પણ ઘણા મુદ્દાઓ પર ભાજપ અને મોદી સરકારની ટીકા કરી હતી. જેએનયુનાં વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા સામે તે મુંબઈમાં ધરણા પ્રદર્શનમાં પણ સામેલ રહ્યા હતા. અનુરાગ છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરી રહ્યા છે. તેમણે જામિયા વિસ્તારમાં થયેલા ફાયરિંગ અંગે પણ ટ્વીટ કરીને આકરા નિવેદનો આપ્યા છે.
यह सरकार साफ़ साफ़ कह रही की जय श्रीराम और भारत माता की जय बोल के , हिंदुत्व के नाम ओर जो चाहे करो , मारो , काटो , हम कुछ नहीं होने देंगे । अब ही शक है की सरकार और पार्टी ही आतंकवाद पैदा कर रहे हैं ?
— Anurag Kashyap (@anuragkashyap72) January 30, 2020
અનુરાગ કશ્યપે ટ્વીટમાં લખ્યું છે કે, “આ સરકાર સ્પષ્ટ કહી રહી છે કે જય શ્રી રામ અને ભારત માતા કી જય બોલી, હિન્દુત્વનાં નામે તમને જે ગમે તે કરો, મારો, કાપો, અમે કંઈપણ થવા નહીં દઈએ.” હવે શંકા છે કે સરકાર અને પાર્ટી જ આતંકવાદ ઉભી કરી રહી છે? તેમણે બીજા એક ટ્વિટમાં લખ્યું, અને આશ્ચર્યજનક વાત એ છે કે આ તમામ હિન્દુત્વ આતંકવાદીઓને લાગે છે કે તેઓ દેશભક્ત છે. અભિનંદન, નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપે છેલ્લા 6 વર્ષમાં આ હાંસલ કર્યું છે.
તાજેતરમાં જ તેમની એક ટ્વીટ ફરી ચર્ચામાં આવી, જેમાં તેમણે ચોંકાવનારો દાવો કર્યો છે. અનુરાગે પોતાની ટ્વિટમાં લખ્યુ, મિત્રનો ફોન કોલ આવ્યો કે કોઈ વાત કરવા માંગે છે કોઇ આસિસ્ટન્ટનાં નમ્બર પર. ભાજપનાં જબરજસ્ત વ્યક્તિત્વનો ફોન આવ્યો, મારો અને ઘણા લોકોનો આભાર માન્યો અને કહ્યું કે દરેક મોતાભાઇથી ત્રસ્ત છે. અનુરાગે આગળ લખ્યું, અંદર પણ બહારની જેમ જ શાસન ચલાવે છે, દરેક 8 તારીખની રાહ જોઈ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
