- અમદાવાદ મનપા બેઠકમાં રાજનીતિ
- રૂપાણી સરકાર કોરોનામાં નિષ્ફળતા હતી
- કોરાનામાં નિષ્ફળતાથી સરકાર બદલાઇ
- ભાજપ બ્લેક લિસ્ટેડ કંપનીને આપે છે કામ
- વી. એસ. હોસ્પિટલને નવેસરથી બજેટ
- મેયરના શહેર વિકાસ માટે મોટાં દાવા
- ભાજપ વિકાસના દાવાને નહીં કરે પુરાં – કોંગ્રેસ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની સામાન્ય સભા રાજનીતિનો અખાડો બની છે. કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધતા આક્ષેપ કર્યો હતો કે, કોરોનામાં ભાજપ સરકારે કામ કર્યું હોત તો મુખ્યમંત્રીનું રાજીનામું ન લેવાયું હોત. અમદાવાદ શહેરના 2022-23ના બજેટની ચર્ચામાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેષ બારોટે જ્યારે ચર્ચા આરંભી ત્યારે વિપક્ષના નેતા શહેઝાદ પઠાને કોરોનાકાળમાં જો ભાજપ સરકારે કામ કર્યું હોત તો મુખ્યમંત્રીનું રાજીનામું લેવાયું ન હોત કહી રાજનીતિ કરી. આ આક્ષેપ સામે ભાજપે કોંગ્રેસની આંતરિક હુંસાતુસીમાં કાળા જાદુ અંગે આક્ષેપો કર્યા હતા. આ બેઠકમાં મેયર કિરીટ પરમારે અમદાવાદ શહેરનો સર્વાગી વિકાસનો વાયદો કરવામાં આવ્યો છે.
સામાન્ય સભામાં કમિટિ ચરમેન હિતેશ બારોટે રૂ. 8,807 કરોડની કિંમતના વિકાસ કાર્યોની રુપરેખા આપી હતી. આ બજેટમાં પહેલાં બંધ કરેલ વી.એસ. હોસ્પિટલ માટે પણ અલાયદુ બજેટ ફાળવવામાં આવ્યું છે. જેનો શ્રેય કોંગ્રેસ લે છે.
સામાન્ય સભામાં કોંગ્રેસે બ્લેક લિસ્ટેડ કંપનીને કામ આપવાના આક્ષેપ કર્યા હતા. આ સાથે વિપક્ષના ઉપનેતા નીરવ બક્ષીએ શહેરમાં સ્વચ્છતા અને સફાઇનું ધોરણ નીચે ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો. ગંદકી વધતા જાહેર આરોગ્ય કથળ્યું, જેના કારણે કોરોનામાં સ્થિતિ બગડી. કોંગ્રેસે સામાન્ય સભામાં આક્ષેપ કર્યો છે કે, નાગરિકો નવા રોગથી પીડાય છે. શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચેની આક્ષેપબાજીમાં અમદાવાદ જેવા મહાનગરના વિકાસના મૂખ્ય પ્રશ્નો વિસરાય છે.
National / કુમાર વિશ્વાસને મળી Y કેટેગરીની સુરક્ષા, ખાલિસ્તાન વિવાદને કારણે વધ્યો ખતરો
મારી ભાષા છે ગુજરાતી / માતૃભાષા દિન પહેલાં જ મોટો નિર્ણય, જાહેર બોર્ડ હવે લખાશે ગુજરાતી ભાષામાં
ગુજરાત / મૌલાનાએ ગુજરાતમાંથી દરગાહ બનાવવા પૈસા ઉઘરાવ્યાં અને ખરીદ્યા હથિયાર, શું હતો પ્લાન ?
