Not Set/ આવતીકાલથી તમામ કેન્દ્રીય કર્મચારીઓએ ઓફિસમાં આવીને કરવું પડશે કામ, હવે નહીં મળે કોઇ છૂટ

કોરોના મહામારીને કારણે આવતીકાલ એટલે કે 7મી ફેબ્રુઆરીથી ઘરેથી કામ કરી રહેલા કેન્દ્રીય કર્મચારીઓએ ફરજિયાત રીતે ઓફીસે આવીને કામ કરવું પડશે. એટલુ જ નહીં પરંતુ આ અંતર્ગત કોઈ છૂટ આપવામાં આવશે નહીં

Top Stories India

કોરોના મહામારીને કારણે આવતીકાલ એટલે કે 7મી ફેબ્રુઆરીથી ઘરેથી કામ કરી રહેલા કેન્દ્રીય કર્મચારીઓએ ફરજિયાત રીતે ઓફીસે આવીને કામ કરવું પડશે. એટલુ જ નહીં પરંતુ આ અંતર્ગત કોઈ છૂટ આપવામાં આવશે નહીં. કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે, એવું નક્કી કરવામાં આવ્યું છે કે આવતીકાલથી સંપૂર્ણ ઓફિસ હાજરી ફરી શરૂ કરવામાં આવશે અને તમામ સ્તરના કર્મચારીઓ કોઈપણ પ્રકારની છૂટછાટ વિના નિયમિતપણે ઓફિસમાં હાજર રહેશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વિભાગોના વડાઓ સુનિશ્ચિત કરશે કે કર્મચારીઓ દરેક સમયે ફેસ માસ્ક પહેરે અને કોવિડ-યોગ્ય વર્તનનું પાલન કરવાનું ચાલુ રાખે. કોરોના રોગચાળાના ફેલાવાને કારણે, કર્મચારી મંત્રાલયે 3 જાન્યુઆરીએ એક આદેશ જારી કરીને કહ્યું કે સચિવ સ્તરથી નીચેના 50 ટકા કર્મચારીઓને 31 જાન્યુઆરી સુધી ઘરેથી કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ હવે તમામ લોકોએ ફરજીયાત ઓફીસ જઇને કામ કરવું પડશે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે સર્તક રહીને સરકાર દ્ધારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે સચિવ સ્તરથી નીચેના 50 ટકા કર્મચારીઓને પોતાનું કાર્ય ઘરેથી એટલે કે વર્ક ફ્રોમ હોમ કરવાનું હતુ પરંતુ હવે આ આદેશ પુર્ણ થાય છે અને કર્મચારીઓએ કાલથી ફરજીયાત પોતાનું કામ ઓફીસમાં હાજર રહીને કરવુ પડશે. નોંધનીય છે કે હવે આ અંતર્ગત કોઇ પણ પ્રકારની છુટછાટ પણ આપવામાં આવશે નહીં. જો કે કોરોનાના નિયમોનું ફરજીયાત રીતે પાલન કરવાનું રહેશે.