ચીને કોરિયન ફૂટબોલ ટીમને રોમાંચક મેચમાં હરાવીને AFC મહિલા એશિયન કપ 2022નો ખિતાબ જીતી લીધો છે. નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ટાઈટલ મેચમાં આઠ વખતની ચેમ્પિયન ચીને 16 વર્ષ બાદ મજબૂત રીતે વાપસી કરી હતી.મેચમાં હાફ ટાઈમમાં ચીન 0-2થી પાછળ હતું પરંતુ ત્યારપછી ભૂતપૂર્વ ચેમ્પિયનોએ જોરદાર વાપસી કરી અને મેચ 3-2થી જીતીને રેકોર્ડ કરીને નવમી વખત ટ્રોફી જીતી લીધી.
કોરિયા માટે ચો યુરીએ 27મી મિનિટે પ્રથમ ગોલ કર્યો હતો. આ પછી જી સો-ઈને બીજો ગોલ કરીને કોરિયાને મજબૂત લીડ અપાવી હતી. જો કે આ પછી ચીને જોરદાર વાપસી કરી અને તાંગ જિયાલીએ 68મી મિનિટે ગોલ કરીને ટીમનું ખાતું ખોલાવ્યું. ચાર મિનિટ બાદ ઝાંગ લિનાને 72મી મિનિટે બીજો ગોલ કરીને ટીમને બરોબરી અપાવી હતી. આ પછી ચીને વધારાના સમયમાં 93મી મિનિટે ત્રીજો ગોલ કરીને વિજયી લીડ મેળવી હતી.આ પહેલા સેમિફાઈનલમાં ચીને રોમાંચક મેચમાં જાપાનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હરાવ્યું હતું.
