Not Set/ દિલ્હીને હરાવી મુંબઈ ઈન્ડિયન્સ પાંચમી વખત બન્યું ચેમ્પિયન

આઈપીએલ 2020 ની ફાઇનલમાં, મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ પાંચ વિકેટે જીત મેળવી લીધી છે. આ સાથે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઈન્ડિયન્સે પાંચમી વખત IPL ટાઈટલ પોતાના નામે કર્યો છે. મુંબઈ તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 51 બોલમાં 68 રન બનાવ્યા હતા. વળી ઇશાન કિશનને 19 બોલમાં 33 રન બનાવ્યા હતા. #MumbaiIndians WIN #Dream11IPL 2020 […]

Top Stories Sports

આઈપીએલ 2020 ની ફાઇનલમાં, મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ પાંચ વિકેટે જીત મેળવી લીધી છે. આ સાથે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઈન્ડિયન્સે પાંચમી વખત IPL ટાઈટલ પોતાના નામે કર્યો છે. મુંબઈ તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 51 બોલમાં 68 રન બનાવ્યા હતા. વળી ઇશાન કિશનને 19 બોલમાં 33 રન બનાવ્યા હતા.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની અંતિમ મેચ મંગળવારે દુબઇનાં મેદાન પર રમાઇ હતી, જ્યાં અંતિમ મેચ રમવા માટે પ્રથમ વખત પહોંચેલી દિલ્હી કેપિટલ્સની ટીમને મુંબઈ ઈન્ડિયન્સે 5 વિકેટે હરાવી ટાઇટલ પર કબ્જો કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે 5 મી વખત ટાઇટલ જીતનો રેકોર્ડ બનાવ્યો છે. પહેલા બેટિંગ કરતા દિલ્હીની ટીમે 156 રનનો સ્કોર બનાવ્યો હતો અને મુંબઈને 157 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેનો પીછો કરતા મુંબઈની ટીમે 19 મી ઓવરમાં જ જીત મેળવી હતી.

આ સાથે, મુંબઇ ઇન્ડિયન્સની ટીમે, પોતાનો ઓડ નંબરને તોડી પહેલીવાર ઇવન યરમાં ચેમ્પિયનશિપ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે અગાઉ 2013, 2015, 2017 અને 2019 માં ખિતાબ જીત્યો હતો. આ સાથે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સીએસકે પછી સતત 2 વર્ષ સુધી ટાઇટલ જીતનાર ટીમ બની ગઇ છે. વર્ષ 2010 અને 2011 માં સતત 2 વાર ટાઇટલ જીતવાનો રેકોર્ડ સીએસકેની ટીમનો હતો, ત્યારબાદ મુંબઇની ટીમે 2019 અને 2020 માં સતત 2 ટાઇટલ જીતીને આ ક્લબમાં પોતાનું નામ ઉમેર્યું છે. દિલ્હી કેપિટલ્સની ટીમે દુબઈનાં મેદાન પર પ્રથમ બેટિંગ શરૂ કરી હતી અને તેની શરૂઆત નબળી પડી હતી અને તેણે ફક્ત 22 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.

Image

જોકે, દિલ્હી કેપ્ટન શ્રેયસ ઐયર (65*) અને રિષભ પંત (58) ની અડધી સદીની ઇનિંગનાં દમ પર, દિલ્હીની ટીમને મેચમાં પરત આવી શકી હતી અને 20 ઓવરમાં 156 રન બનાવ્યા હતા. જ્યારે રનનો પીછો કરવા ઉતરેલી મુંબઇની ટીમે ઝડપી શરૂઆત કરી હતી. મુંબઈનાં કેપ્ટન રોહિત શર્મા પણ આજની મેચમાં ફોર્મમાં પાછો ફર્યો હતો અને તેણે દિલ્હી કેપિટલ્સ સામે 68 રન બનાવ્યા હતા. તેણે 51 બોલમાં 5 ચોક્કા અને 4 છક્કા ફટકાર્યા હતા. જ્યારે ઓપનર ક્વિન્ટન ડિકોકે 20 રન બનાવ્યા હતા, વળી સૂર્યકુમાર યાદવ 19 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

વધુ માહિતી માટે જુઓ આ વીડિયો…