Gujarat Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લામાં વરસાદની શક્યતા છે. ઉપરાંત દાહોદ, મહીસાગર અને વડોદરા જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
આ ઉપરાંત નવસારી, વલસાડ અને દમણ વિસ્તારમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 24-25 જૂને મીની વાવાઝોડાની સંભાવના
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
આ પણ વાંચો: દેશના 23 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 80-90 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
