Election/ પતિ-પત્ની સહિત ચાર કોરોનાગ્રસ્ત મતદાતાઓએ પી.પી.ઈ કીટ પહેરી કર્યુ મતદાન

પાવીજેતપુર તાલુકાનાં ઉમરવા ગામે ચાર કોરોના પોઝિટિવ મતદાતાઓએ પીપીઈ કીટ પહેરી મતદાન કર્યું હતું.

Gujarat Others

પાવીજેતપુર તાલુકાનાં ઉમરવા ગામે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવનાર એવા ચાર મતદાતાઓએ મહત્તમ મતદાન પતી ગયા પછી પીપીઇ કીટ પહેરી આરોગ્ય ટીમનાં માર્ગદર્શન હેઠળ મતદાન કર્યું હતું.

Covid-19 / નવા કેસની સરખામણીએ ઠીક થતા દર્દીઓની સંખ્યા ઘટી, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ

મતદાન મથક ઉપર ઉપસ્થિત ડો. હિરેન રાઠવાનાં જણાવ્યા મુજબ છોટાઉદેપુર જીલ્લા પાવીજેતપુર તાલુકાનાં ઉમરવા ગામે રહેતા યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેની સાથે રહેતાં તેમની ધર્મપત્નીને પણ કોરોના પોઝિટિવ આવતા બંને પતિ પત્નીને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક ઇસમની તબિયત બગડતા તેઓને વડોદરા મુકામે દાખલ કરવામાં આવ્યા હોઈ, જ્યાં તેઓનો રીપોર્ટ કઢાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેઓ હાલ વડોદરા દવાખાનામાં દાખલ છે, પરંતુ તેમના પત્ની તેમજ તેમનો પુત્ર ઉમરવા મુકામે હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા હોઇ, આમ કુલ ચાર વ્યક્તિઓને કોરોના પોઝિટિવ હોવાથી તેઓને અગાઉથી જ આરોગ્ય ટીમ દ્વારા જાણ કરી દેવામાં આવી હતી કે મહત્તમ મતદાન પતી ગયા પછી તેઓને આરોગ્ય ટીમ આવી પોતાની એમ્બ્યુલન્સમાં પીપીઇ કીટ પહેરાવી મતદાન મથકે લઈ જવામાં આવશે.

Gujarat: વિધાનસભાનું અંદાજપત્ર સત્ર કાલે એટલે કે 1 માર્ચથી થશે શરૂ

આ ચારેય કોરોના ગ્રસ્ત મતદાતાઓને ઉમરવા મતદાન મથક ઉપર લાવવામાં આવ્યા ત્યારે સમગ્ર ચૂંટણી સ્ટાફ એલર્ટ થઈ ગયો હતો. ગ્લોઝ પહેરી, મોઢે કાચ બાંધી તૈયાર થઈ ગયા હતા. એક પછી એક મતદાન મથકની અંદર મત કુટીરમાં તેઓને મોકલવામાં આવ્યા હતા. સ્ટાફ અગમચેતી વાપરી દૂરથી બટન દબાવી કમાન્ડ આપતા હતા. એક પછી એક જ્યારે કોરોના ગ્રસ્ત મતદાતાઓએ પીપીઇ કીટ પહેરી મતદાન કર્યું હતું. ત્યારબાદ ડો. હિરેન રાઠવાનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર મતદાન મથકને સેનેટાઈઝર છાંટી સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. આ ચારેય કોરોના ગ્રસ્ત મતદાતાઓને આરોગ્ય ખાતાની એમ્બ્યુલન્સમાં બેસાડી પરત તેમના ઘરે મૂકી આવી હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. આમ, પાવીજેતપુર તાલુકાનાં ઉમરવા ગામે ચાર કોરોના પોઝિટિવ મતદાતાઓએ પીપીઈ કીટ પહેરી મતદાન કર્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…