OMG!/ મિત્રોએ મહિલાનું માથું પકડી કેક પર માર્યુ અને પછી જે થયુ તે જાણીને ચોંકી જશો

તમે બધાએ દર વર્ષે તમારો જન્મદિવસ ઉજવ્યો હશે. જો કે આજનાં સમયમાં જન્મદિવસ ન પણ હોય તોય, લોકો કેપ લાવીને કાપતા હોય છે.

Ajab Gajab News

તમે બધાએ દર વર્ષે તમારો જન્મદિવસ ઉજવ્યો હશે. જો કે આજનાં સમયમાં જન્મદિવસ ન પણ હોય તોય, લોકો કેપ લાવીને કાપતા હોય છે. જો કે આપણા જીવનમાં ઘણા એવા લોકો પણ હોય છે કે જેઓ કેક સાથે અખતરાઓ પણ કરતા રહે છે. પરંતુ ક્યારેક આ રમત ભારે પડી જાય છે. અમે તમને આવી જ એક સ્ટોરી કહેવા જઇ રહ્યા છીએ, જેમા કેક સાથે અખતરા કરતા મહિલાની હાલત ખરાબ થઇ ગઇ હતી.

આ પણ વાંચો – રાજકીય / સરકારે કરોડોના ખર્ચે પ્રવેશોત્સવ અને ગુણોત્સવના તાયફા કરી પોતાનો પ્રચાર કર્યો, વિદ્યાર્થીઓને શું ફાયદો ??જયરાજસિંહ

અમે અત્યારે તમને જે જણાવવા જઇ રહ્યા છીએ તે જાણીને તમારા હોશ ઉડી જશે. આ કિસ્સામાં, એક મહિલાને તેના જન્મદિવસ પર કંઈક એવું થયું કે તેણે તેની દૃષ્ટિ ગુમાવી દીધી. જણાવી દઇએ કે, મહિલાનાં જન્મદિવસની કેક આ માટે જવાબદાર હતી. આ મામલે પ્રાપ્ત માહિતી અનુસાર, જન્મદિવસ પર કેક કાપતાની સાથે જ મહિલાનાં મિત્રોએ તેનું માથું પકડીને કેક પર મારી દીધું. આ દરમ્યાન કેક પર ઘણી લેયર્સ હતી, જેના કારણે કોઈને ખબર ન હતી કે કેકની અંદર લાકડાની સ્ટિક્સ પણ છે. કેક પર મહિલાનો ચહેરો પડતા જ મહિલાની આંખમાં એક લાકડી ઘુસી ગઈ અને તેના કારણે તેની આંખમાંથી ઝડપથી લોહી વહેવા લાગ્યું. જોત જોતમાં જ મહિલા પીડાથી બૂમો પાડવા લાગી, પરંતુ પછી મહિલાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવી પડી.

આ પણ વાંચો – રાજકીય / CM રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે લોકસેવાનાં કાર્યોનું આયોજન : આજે 1 ઓગસ્ટે જ્ઞાન શક્તિ દિવસ

અહીં ડોક્ટરોએ સખત મહેનત બાદ તેની આંખોમાંથી લાકડાની સ્ટિક કાઢી અને કોઈક રીતે મહિલાની દૃષ્ટિ બચી ગઈ. આ અંગે ડોક્ટરોનું કહેવું છે કે, મહિલાની આંખની રેટિનાની બાજુમાં જ તેને ઈજા થઈ હતી. આ કારણે તેની દ્રષ્ટિ ગઇ નહી. હવે જો થોડુ આમ-તેમ હોત તો મહિલા તેની આંખોની દ્રષ્ટિ ગુમાવી શકતી હતી. આજનાં સમયમાં કેક બનાવતા બેકરીવાળા મલ્ટીપલ લેયરવાળી કેકનો સપોર્ટ કરવા માટેે વુડન સ્ટિક્સનો ઉપયોગ કરતા હોય છે. આવી સ્થિતિમાં આ ઘટના સાથે જોડાયેલી કેટલીક તસવીરો ફેસબુક પર શેર કરવામાં આવી હતી.