OMG!/ આ વ્યક્તિએ એક આંગળીથી તરબુચના બે ટુકડા કરી નાખ્યા, જોઇલો તમે પણ….

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને યુઝર્સ શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા  આપતા જોવા મળી રહ્યા છે.

Ajab Gajab News

સોશિયલ મીડિયા પર અવાર નવાર કેટલાક વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે. જે જોઈને ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ જે રીતે તરબુચ તોડી રહ્યો છે, તે જોઈને તમે પણ ચોંકી જશો.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ પ્રથમ તરબૂચમાં ટૂથપીક દાખલ કરે છે અને પછી એક આંગળીની મદદથી તે તેના ટુકડા કરી નાખે છે. આ વિડીયો જોયા પછી, તમે ચોક્કસપણે આશ્ચર્ય પામશો કે કોઈ પણ વ્યક્તિ એક આંગળીથી કઈ રીતે તરબૂચ તોડી શકે છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર yournaturegram નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 13 લાખથી વધુ લોકોએ પસંદ કર્યો છે.

https://www.instagram.com/reel/CThuAcJAzeM/?utm_source=ig_embed&ig_rid=f8334e5d-8b22-4d64-846d-2e97d6529a56

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને યુઝર્સ શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા  આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, મેં પ્રયત્ન કર્યો, પણ મારી આંગળી તૂટી ગઈ. જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે, જો તમે આ રીતે તરબૂચ તોડશો તો તમારો હાથ તુટી જશે, જેથી કોશિશ કરવી નહિ. જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.