Not Set/ ધનતેરસ પર સોનાનું થયુ ધમાકેદાર વેચાણ, 40 ટન વેચાયું સોનુ

આ વર્ષે ધનતેરસમાં દેશભરનાં લોકોએ ભારે સોનાની ખરીદી કરી છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (આઈબીજેએ) નાં જણાવ્યા મુજબ ગત વર્ષે ધનતેરસની સરખામણીએ આ વર્ષે 30 ટકા વધુ વેચાણ થયું છે. આઈએનએસનાં સમાચારો અનુસાર, આઇબીજેએનાં તાજેતરનાં ડેટામાં જણાવાયું છે કે લોકોએ આ વર્ષે ધનતેરસ પર આશરે 20,000 કરોડ રૂપિયાનાં સોનાની ખરીદી કરી હતી (ધનતેરસ 2020 […]

Top Stories Business

આ વર્ષે ધનતેરસમાં દેશભરનાં લોકોએ ભારે સોનાની ખરીદી કરી છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (આઈબીજેએ) નાં જણાવ્યા મુજબ ગત વર્ષે ધનતેરસની સરખામણીએ આ વર્ષે 30 ટકા વધુ વેચાણ થયું છે. આઈએનએસનાં સમાચારો અનુસાર, આઇબીજેએનાં તાજેતરનાં ડેટામાં જણાવાયું છે કે લોકોએ આ વર્ષે ધનતેરસ પર આશરે 20,000 કરોડ રૂપિયાનાં સોનાની ખરીદી કરી હતી (ધનતેરસ 2020 પર સોનાનું વેચાણ). ચાલુ વર્ષે ધનતેરસ પર સોનાનું વેચાણ આશરે 40 ટન થયું છે, જેની કિંમત આશરે 20,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

Google બંધ કરવા જઇ રહ્યુ છે તમારુ Gmail એકાઉન્ટ, ફટાફટ કરો આ કામ

આઈબીજેએનાં રાષ્ટ્રીય સચિવ સુરેન્દ્ર મહેતાનાં જણાવ્યા અનુસાર ગયા વર્ષે સોનુ લગભગ 12,000 કરોડનું વેચાયું હતું, આ વર્ષે 20,000 કરોડનું વેચાણ થયું છે. ગયા વર્ષે, જ્યાં લગભગ 30 ટન સોનું વેચાયું હતું, ત્યા આ વર્ષે લગભગ 40 ટન સોનુ વેચાયું છે. તેમણે કહ્યું કે, સોનાનાં વેચાણમાં પાછલા વર્ષની સરખામણીએ ક્વોટિંટીમાં 30 થી 35 ટકાનો વધારો થયો છે, જ્યારે કિંમતમાં લગભગ 70 ટકાનો વધારો થયો છે. આઈબીજેએ કહે છે કે, આ વખતે ધનતેરસ પર સોનાનાં વેચાણમાં વધારો થવા પાછળનું મુખ્ય કારણ પાછલા આઠ મહિનાથી ઝવેરાતની ખરીદીમાં ઘટાડો છે. તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન લોકો સોનાનાં ઝવેરાત ખરીદી શક્યા નહોતા કારણ કે બજાર બંધ હતું અને બજાર ખુલ્લું હતું ત્યારે પણ લગ્નની સીઝન પૂરી થઈ હતી, જો કે આગળ લગ્નની સીઝન છે અને લોકો સોના-ચાંદીની ખરીદીનાં શુભ દિવસે ધનતેરસની રાહ પણ જોઇ.

ચૂંટણીમાં હાર બાદ ટ્રમ્પનું પહેલુ ભાષણ, કહ્યુ – 2021 માં આવશે કોરોનાની વેક્સીન

આપને જણાવી દઇએ કે, સોનાનો ભાવ 56 હજાર રૂપિયાની સપાટીને સ્પર્શ્યા બાદ નીચે આવી ગયો છે અને કોરોનાને કારણે પીળી ધાતુમાં હજી વધુ વધારો થવાની સંભાવના છે, જેના કારણે સોનાની ખરીદી કરનારા લોકોનો ટ્રેન્ડ યથાવત રહ્યો છે. મહેતાએ જણાવ્યું હતું કે, ઝવેરીઓએ પણ આ વખતે ખૂબ જ આકર્ષક ઓફર આપી છે, જેના કારણે સોના-ચાંદીની ખરીદી પ્રત્યે લોકોની રુચિ વધી છે.