ગુજરાત/ વૈશ્વિક ધરોહર ધરાવતા ધોળાવીરા સાઈટની મુલાકાત લેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ગુજરાત રાજયના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પાંચ હજાર વર્ષ જૂની સિંધુ ખીણની સંસ્કૃતિની જીવંતમુરત સમાન ધોળાવીરા ઉત્ખનન સાઈટની મુલાકાત તેમજ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી.

Gujarat Others

ગુજરાત રાજયના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પાંચ હજાર વર્ષ જૂની સિંધુ ખીણની સંસ્કૃતિની જીવંતમુરત સમાન ધોળાવીરા ઉત્ખનન સાઈટની મુલાકાત તેમજ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. અહીં સ્થિત મ્યુઝિયમ ની મુલાકાત લઈને તેમાં રહેલા અવશેષો વીશે માહિતી મેળવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહર ધરોહર જાહેર કરવામાં આવી છે જેથી સમગ્ર કચ્છ અને ગુજરાતની યશ કલગીમાં એક નવું સુવર્ણપિચ્છ ઉમેરાયું છે. રાજ્યપાલને ધોળાવીરા ઉત્ખનન સાઈટ વિશે સમગ્ર માહિતી કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર ડૉ. શેફાલીકા અવસ્થીએ પુરી પાડી હતી.

આ તકે માનનીય રાજ્યપાલની સાથે લેડી ગવર્નર દર્શનાદેવી સાથે રહ્યા હતા. સમગ્ર મુલાકાત માટે ગ્રામ વિકાસ એજન્સીના મદદનીશ પ્રાયોજના અધિકારી નિરવ પટ્ટણીએ ભારે જહેમત ઊઠાવી હતી.

કૌભાંડ / STમાં નોકરી અપાવવાનું કૌભાંડ ? સ્ટિંગ ઓપરેશનમાં નિગમના પૂર્વ ડિરેક્ટરે પૈસા લીધાનો કર્યો એકરાર