Not Set/ ગુજરાતના નાગરિકોને મોટી રાહત : મા-કાર્ડની મુદત ૩૧ જુલાઇ સુધી લંબાવાઈ

આવકના દાખલા કઢાવવાની  સામાન્ય જનતાને થઈ રહેલી ભારે હાલાકીને ધ્યાને લઇ મા-કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી લંબાવવામાં આવી હતી. કોરોનાની

Top Stories Gujarat

આવકના દાખલા કઢાવવાની  સામાન્ય જનતાને થઈ રહેલી ભારે હાલાકીને ધ્યાને લઇ મા-કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી લંબાવવામાં આવી હતી. કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને ફરી એક વખત આ મુદ્દત ૩૧ મી જુલાઇ ૨૦૨૧ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.જેની રાજયના સર્વે નાગરિકોને નોધ લેવા ડેપ્યુટી સીએમએ જણાવ્યું છે.

કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈ સરકારે મા-કાર્ડની મુદ્દત આગામી ૩૧ મી જુલાઇ સુધી લંબાવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્યની કચેરીઓ બંધ રહેતી હોય છે. જેના કારણે આવકના દાખલા કઢાવવા નાગરીકોને મુશ્કેલી ઉભી થાય છે.

મા-કાર્ડની મુદ્દત આગામી ૩૧મી જુલાઇ સુધી લંબાવાઈ

નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાય રૂપ થવા માટે મા-કાર્ડની મુદ્દત આગામી ૩૧ મી જુલાઇ, ૨૦૨૧ સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે  નિર્ણય કર્યો છે.નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે જે નાગરિકોના મા-કાર્ડની મુદ્દત તા.૩૧.૦૩.૨૦૨૧ ના રોજ પુરી થઇ છે. તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.