દેશમાં રિકવરી અને નવા કેસમાં ગેપ ઘટતો જોવામાં આવ્યો છે. દેશમાં કોરોનાવાયરસના કેસ દરરોજ સાથે નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા હતા તેમાં હવે બ્રેક આવ્યો છે, જેના કારણે સૌથી મોટી રાહત જોવા મળી છે .દેશમાં કોરોનાવાયરસના નવા કેસમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે, તેની સાથે સાજા-સારા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે તે સૌથી મોટા આશાના કિરણ સમાન છે કે 24 કલાકમાં સૌથી વધુ 3.18 લાખ દર્દીઓ સાજા થયા છે.

દેશમાં કોવિડ -19 વાયરસના નવા કેસ 3.54 નોંધાયા છે, દેશમાં કુલ કેસ હવે 2.02 કરોડને પાર એક્ટિવ કેસ સાડા ચોત્રીસ લાખ નજીક નોંધવામાં આવ્યા છે.આ સાથે છેલ્લા 24 કલાકમાં 2719 લોકોનાં મોત કોરોના વાયરસથી થયા છે તે એક ચિંતાનો વિષય ગણી શકાય.દેશમાં કુલ મૃત્યુઆંક સવા બે લાખ નજીક પહોંચ્યો છે.

દેશનાં તમામ રાજ્યોમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 48621 નોંધવામાં આવ્યા છે.જોકે મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવ્યા પછી દવા કેસના આંકડામાં ફરીથી ઘટાડો જોવા મળ્યો છે.તે પણ મહારાષ્ટ્ર સરકાર માટે સારા ચિન્હ ગણી શકાય.

અન્ય રાજ્યોના કોરોના નવા કેસ પર નજર કરીએ તો ઉત્તર પ્રદેશમાં 20952, કર્ણાટકમાં 44418, કેરળમાં 26011, દિલ્હીમાં 20394,મધ્યપ્રદેશમાં 12062 રાજસ્થાનમાં 17926, મધ્યપ્રદેશમાં 12062, ગુજરાતમાં 12820, બિહારમાં 11407, તમિલનાડુમાં 20,768, પશ્ચિમ બંગાળમાં 17515, આંધ્રપ્રદેશમાં18972 જ્યારે હરિયાણામાં 12885 કેસ નોંધાયા છે.


