સુરેન્દ્રનગર/ ચોટીલામાં આરોગ્યકર્મીઓ વરસાદી માહોલમાં પણ કરી રહ્યા છે વેક્સિનેશનની કામગીરી

ચોટીલા સહિત સમગ્ર ગુજરાતભરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ચોટીલાના આરોગ્યકર્મીઓ ડુંગરાળ વિસ્તારોમાં કપરા ચઢાળ ચઢીને પરિવારોને કોરોના.

Gujarat Others

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આરોગ્યકર્મીઓ હાલ વરસાદી માહોલ અને કપરા સમયે પણ વેક્સિનેશનની કામગીરી કરી રહ્યા છે. ચોટીલા તાલુકાના 82 ગામોમાંથી 21 ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશન થઈ ગયું છે.

આ પણ વાંચો :ન્યારી અને લાલપરી ઓવરફલો,ભાદર અને આજી ડેમમાં ધીંગી આવક થઇ

ચોટીલા સહિત સમગ્ર ગુજરાતભરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ચોટીલાના આરોગ્યકર્મીઓ ડુંગરાળ વિસ્તારોમાં કપરા ચઢાળ ચઢીને પરિવારોને કોરોના વેક્સિને અંગે સમજણ આપીને વેક્સિન આપવાની કામગીરી કરી રહ્યા છે. વરસાદી માહોલમાં વહેતા પાણીમાં પોતાના પરિવારોની ચિંતા કર્યા વગર અને ડુંગરાળ વિસ્તારો ગુંદા, ઢોકડવા, સુખસર, શેખલીયા સહિતના અનેક ગામડાઓમાં આવેલા વાડી વિસ્તારોમાં રહેતા પરિવારના લોકોને કોરોના અંગે વેક્સિનની સમજણ આપીને 80 હજાર 800 જેટલા લોકોમાંથી 73 હજાર 200થી વધુ લોકોને 37 જેટલી આરોગ્યકર્મીઓની ટીમે વેક્સિન આપી છે. હવે માત્ર 11હજાર 700 જેટલા જ લોકોને વેક્સિન લેવાની બાકી છે. અત્યાર સુધીમાં 21 ગામોમાં 100 ટકા વેક્સિનેશન કામ પૂર્ણ થયું છે.

આ પણ વાંચો :જામનગર ના કાલાવાડ અને ગ્રામ્યપંથકોમાં આભ ફાટતા અલિયાબાડા અને બાંગા ગામ બેટમાં ફેરવાયા