Not Set/ હોળીના પાવન પર્વની ઠેરઠેર ઉજવણી, શામળાજીમાં ચાંદીની પીચકારીથી ઠાકોરજી રમ્યા હોળી

આજે ભારતમાં હોળીનો પાવન પર્વ મનાવવામાં આવી રહ્યો છે અને ઠેરઠેર જગ્યાએ એ તહેવારને લઈ ધૂમ ચાલી રહી છે. લોકો સવારથી હોળીના તહેવારની ઉજવણી કીર રહ્યા છે,

Gujarat Others

આજે ભારતમાં હોળીનો પાવન પર્વ મનાવવામાં આવી રહ્યો છે અને ઠેરઠેર જગ્યાએ એ તહેવારને લઈ ધૂમ ચાલી રહી છે. લોકો સવારથી હોળીના તહેવારની ઉજવણી કીર રહ્યા છે, ત્યારે ગુજરાતના પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે પણ હોળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે.

શામળાજીમાં હોળીના તહેવારને લઈ વહેલી સવારથી જ ભક્તો ભગવાન શામળાજીના દર્શન માટે આવી રહ્યા છે અને તેને લઈને શામળાજીમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :વસ્ત્રાપુર વિસ્તારમાં જીવલેણ હુમલા ની ઘટના.જાણો હત્યાની કોશિશ પાછળ શું હતું કારણ.

આ શુભ પ્રસંગે ભગવાનની શણગાર આરતી સમયે ભગવાન શામળિયાને પણ હોળી રમાડવામાં આવી છે. આ સમયે શામળાજી મંદિરના પૂજારી દ્વારા અબીલ ગુલાલના રંગો અને કેસુડાના રંગને ચાંદીની પીચકારીમાં ભરી ભગવાન શામળીયાને રંગોત્સવ રમાડવામાં આવ્યા છે. ત્યારે આ વેળાએ સમગ્ર મંદિર પરિસર અબીલ ગુલાલની છોળોથી રંગાઈ ગયું હતું. જેમાં ભગવાન શામળિયાના દર્શન કરી હજારો ભક્તો ધન્ય બન્યા હતા.

આ પણ વાંચો :  ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, 7 લોકો દાઝ્યા, ઘર વખરી બરીને ખાખ

બીજી તરફ હાલમાં રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે હોળીના પાવન અવસરે શામળાજી આવનારા ભક્તો માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે ભગવાનના દર્શને આવતા ભક્તો માટે મંદિર પરિસરમાં સૅનેટાઇઝર તેમજ માસ્ક સાથે દર્શન થાય તેવી મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પણ વાંચો :રંગોના તહેવાર નો ઉત્સાહ થયો ફિક્કો.. જાણો કોરોના થી બચવા સરકારે શું કર્યો છે પ્રબંધ