સુરતમાં ત્રી દિવસીય સ્પોર્ટ્સ કાર્નિવલ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ કાર્નિવલને ગૃહ રાજ્ય મંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ખુલ્લો મુક્યો હતો. આ સ્પોર્ટ્સ કાર્નિવલ માં ત્રણ દિવસ દરમ્યાન ફૂડ ફેસ્ટિવલ, મ્યુઝીક ફેસ્ટિવલ અને ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

સુરત માં યોજાયેલા ત્રી દિવસીય સ્પોર્ટસ કાર્નિવલ નું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ આવનાર સમય માં યોજાનાર નેશનલ ગેમ્સ પ્રત્યે લોકો માં જાગૃતતા આવે તે માટે નો છે. આ ત્રી દિવસીય કાર્નિવલ ને આજે ગૃહ રાજ્ય મંત્રી અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવી દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સ્પોર્ટ્સ કાર્નિવલમાં આજે ગામઠી રમતોત્સવનું આયોજન કરાયું છે.

આવતી કાલે સાયકલ અને સ્કેટિંગ રેલી યોજાશે. સાથેજ 200 જેટલા ફૂડ સ્ટોલ પણ આ સ્પોર્ટ્સ કાર્નિવલ માં રાખવામાં આવ્યા છે. સાથેજ મ્યુઝીક ફેસ્ટિવલ અને ગરબા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવતા છે. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવી સાથે પાલિકા કમિશનર તેમજ સ્ટેન્ડિંગ સમિતિ ના ચેરમેન સહિત પોલીસ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ આ સ્પોટર્સ કાર્નિવલ ની મુલાકાત લીધી હતી અને હથિયાર પ્રદર્શન માં હથિયાર પર હાથ અજમાવ્યો હતો. સાથેજ આલુપુરી ની લિજ્જત માણી હતી. પાલિકા કમિશનર અને પોલીસ અધિકારીઓ સાથે હર્ષ સંઘવીએ ચા પણ પીધી હતી. સાથે સાથે કરાટે અને જુડો માં પણ ગૃહ મંત્રીએ હાથ અજમાવ્યો હતો. તો બાળકો સાથે લખોટી પણ રમી હતી. સ્પોર્ટ્સ કાર્નિવલ ને ખુલ્લો મૂકી સ્પોર્ટસ કાર્નિવલ ના તમામ સ્ટોલ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ ને નિહાળ્યા હતા.


દુર્ઘટના/ વાપી GIDCમાં લાગેલી આગમાંથી કંપનીના કાટમાળ નીચેથી મળ્યા મૃતદેહ
