વેચાણ/ આ વર્ષે ગુજરાતીઓ કેટલાના ફાફડા-જલેબી ખાશે..જાણો..

ગુજરાતી માટે ફાફડા-જલેબી વગર દશેરાની શરૂઆત થતી નથી. કેટલાક લોકો ફાફડા-જલેબીના નાસ્તા સાથે નવરાત્રિમાં નવ દિવસના ઉપવાસ બાદ પારણું કરે છે

India

ભારતની પરંપરા અનુસાર તહેવારો જેમ મીઠાઈ વગર અધૂરા છે, તેમ જ ગુજરાતી માટે ફાફડા-જલેબી વગર દશેરાની શરૂઆત થતી નથી. કેટલાક લોકો ફાફડા-જલેબીના નાસ્તા સાથે નવરાત્રિમાં નવ દિવસના ઉપવાસ બાદ પારણું કરે છે. દશેરા પર ભગવાન રામની રાવણ સામેની જીતની ઉજવણી કરવા આજે પણ જલેબી-ફાફડા ખાવાની પરંપરા રહી છે.

દશેરાના દિવસે ફરસાણની દુકાનોની બહાર લાઇન જોઈને ધંધાદારી ગુજરાતીઓના મગજમાં અચૂક સવાલ આવતો હોય છે કે આ દિવસે ધંધો કેટલો થતો હશે તેના સંદર્ભમાં સ્વીટ એન્ડ નમકીન શોપના ઓનર જગદીશ માલપાણીએ જણાવ્યું કે, “દશેરાના દિવસે ગત વર્ષે મુંબઈ અને મુંબઈ ઉપનગરમાં લગભગ ૪૫ કરોડના ફાફડા જલેબી વેચાયા હતા અને આ વર્ષે અમને આશા છે કે આ આંકડામાં ૧૦-૧૫ ટકા વધશે.”

માલપાણીએ વધુમાં જણાવ્યું કે “કોરોના છતાં પણ ગત વર્ષે ફાફડા-જલેબીનું વેચાણ ૨૦૧૯ની સરખામણીએ વધુ રહ્યું હતું.” જોકે, મીઠાઈ અને ફરસાણની ૧.૨૫ લાખ કરોડની ઇન્ડસ્ટ્રી માટે આ ખૂબ જ નાનું ફિગર છે. અમારા માટે દિવાળી કરતાં પણ મહત્ત્વનો તહેવાર રક્ષાબંધન છે. રક્ષાબંધન પર અમને વર્ષ દરમિયાન સૌથી વધુ આશરે ૨૦% સેલ મળે છે, જ્યારે દિવાળી પર આ આંકડો ૧૫-૧૭ ટકાનો છે.”

તો ગુજરાતી વેપારીઓને પણ આ વર્ષે  ઘણી આશાઓ છે, જો કે, તેમની આશા પણ ફરી છે, રાજ્યના જુદા-જુદા શહેરોમાં ક્યાંક દસ હજાર કિલો તો ક્યાંક લાખોના જલેબી -ફાફડાનું વેચાણ થશે. નવરાત્રિના નવમાં નોરતે પણ શેરી ગરબામાં ફાફડા-ઝલેબીનો નાસ્તો રાખવામાં આવે છે. ગત વર્ષે કોરોનાના કારણે તે શક્ય બન્યુ નથી પરંતુ આ વર્ષે વેચાણ સારુ થયું છે. એમ કહી શકાય કે ગુજરાતીઓ આ વર્ષે પણ કરોડો રૂપીયાના ફાફડા-જલેબી ખાશે.