આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે, ઉતાવળે આંબા ન પાકે અને ધીરજના ફળ મીઠા હોય છે, જેનો અર્થ છે કે, જીવનમાં કોઈ પણ કામ કરતા હોય ત્યારે ધૈર્યની ભાવના રાખવી ખુબ જ જરૂરી છે, બાકી જીવનમાં તમને તકલીફ પણ પડી શકે છે અને એમાં મોટો અકસ્માત પણ થઇ શકે છે. આ જ પ્રકારનો એક કિસ્સો દાહોદમાંથી સામે આવ્યો છે, જેમાં દાહોદ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરવાની ખોટી ઉતાવળ કરનાર યુવકે જીવ ગુમાવ્યો છે.
આ પણ વાંચો :લોકોની ફરિયાદોનું નિરાકરણ કરવા RMC દ્વારા નવી હેલ્પલાઇન કરાઇ શરૂ
મળતી માહિતી મુજબ, દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર- 2 પર હરિદ્વાર-બાંદ્રા ટ્રેન આવી હતી, જ્યાં ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરવા જતા એક યુવક કપાયો હતો. પ્લેટફોર્મ પર આ ટ્રેન હજુ ઊભી રહી ન હતી ત્યારે તેમાં સવાર એક યુવકે નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ટ્રેનની ઝડપ વધારે હોવાથી યુવક ફંગોળાઈને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે પડી ગયો હતો અને તેના શરીર પરથી ટ્રેન પસાર થઈ ગઈ હતી, જેમાં અંતે યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ ઘટનાની જાન રેલ્વે પોલીસને થતા તેઓ પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતક યુવકની ઓળખ કરવા તપાસ શરૂ કરી હતી. બીજી બાજુ આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઈ છે, જેમાં સામે આવેલા દ્રશ્યો જોઇને તમે પણ વિચલિત થઇ શકો છો, કારણ કે એમાં યુવકના શરીરના અનેક ટુકડા થઈ ગયા હતા અને યુવકનો થેલો અને તેના ખિસ્સામાં રહેલું પર્સ સહિતનો સામાન પાટા પર પડેલો હતો. આ આખો બનાવ દાહોદ રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે.
આ પણ વાંચો : વલસાડમાં ચોંકાવનારો કિસ્સો, પિતાની નજર સામે જ દીકરીએ કર્યો આપઘાતનો પ્રયાસ
આ અંગે મળતી માહિતી પ્રમાણે આ આખો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેમાં એવું પણ જોઈ શકાય છે કે યુવક ટ્રેન નીચે આવી ગયા બાદ એક વ્યક્તિ તેને બચાવવા માટે દોડી રહ્યો છે. જોકે, વ્યક્તિ ત્યાં પહોંચી ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હતું.
આ પણ વાંચો :રાજકોટમાં મહિલા શિક્ષિકાએ ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન
આ પણ વાંચો :સુરતમાં બાઇક સવાર ઉપર ટ્રક ફરી વળતા ઘટના સ્થળે જ કરુણ મોત, CCTV માં ઘટના કેદ
