Politics/ મે આવા જુઠ્ઠા PM ક્યારે જોયા નથી : CM મમતા બેનર્જી

દેશમાં એક તરફ કોરોનાની બીજી લહેર મોટુ નુકસાન પહોંચાડી રહી છે, ત્યારે બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સમયે રાજકારણ ગરમાયુ છે.

India

દેશમાં એક તરફ કોરોનાની બીજી લહેર મોટુ નુકસાન પહોંચાડી રહી છે, ત્યારે બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સમયે રાજકારણ ગરમાયુ છે. જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળમાં, ચોથા તબક્કાનું મતદાન શનિવારે (10 એપ્રિલ) પૂર્ણ થયું. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો.

રસીકરણનો રેકોર્ડ / ભારતે સર્જ્યો નવો રેકોર્ડ : અમેરિકા-ચીનને પાછળ છોડીને 85 દિવસોમાં 10 કરોડથી વધારેનું રસીકરણ

CM મમતા બેનર્જીએ કહ્યું કે, તે એકમાત્ર મહિલા છે જે રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં તેમને હરાવીને જવાબ આપી શકે છે. સિલિગુડીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા મમતા બેનર્જીએ કહ્યું, “મેં આટલા ખોટા વડા પ્રધાન ક્યારેય જોયા નથી. આટલી મોટી ઘટના પછી પણ જ્યારે તેઓ સિલિગુડીમાં બે-ત્રણ રેલીઓ કરવા ગયા હતા, ત્યારે તેઓ જૂઠ બોલ્યા હતા.” મારે પૂછવું છે કેમ તેમણે એકવાર આ ઘટના સ્થળની મુલાકાત લીધી ન હોતી. આ ચૂંટણીમાં, PM મોદીને તે તમામ લાભ મળી રહ્યા છે જે અમને મળી રહ્યા નથી. તેઓ કેન્દ્રિય શક્તિઓનો દુરુપયોગ કરી રહ્યા છે.”

લોકડાઉન / મહારાષ્ટ્રમાં લાગી શકે છે સંપૂર્ણ લોકડાઉન, નાઇટ કર્ફ્યુની કોઈ અસર નથી દેખાઈ રહી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વલણની નિંદા કરતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, “હું અહીં એકમાત્ર મહિલા છું અને હું લડાઇ લડી રહી છુ અને સંઘર્ષ કરી રહી છું. તેઓ (PM મોદી) જાણે છે કે ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવીને માત્ર હું જ તેમને હરાવી શકું છું. ભાજપ પર પશ્ચિમ બંગાળનાં લોકો પર ગેરમાર્ગે દોરવાના આરોપ લગાવતા મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે, જેવી રીતે ભાજપે ગુજરાતમાં લોકો પર અત્યાચાર ગુજાર્યો હતો, જો લોકોને તે યાદ છે, લોકોને તેમના પ્રત્યે ઘૃણા છે, તો આ હજુ પણ વધશએ અને લોકો એક સાથે આવી જશે અને TMC ને વોટ આપશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ