એવું કહેવામાં આવે છે કે કોઈને ચાલતા વાહનમાંથી હાથ અને પગ બહાર કાઢવા ન જોઈએ, કારણ કે આમ કરવું જોખમી હોઈ શકે છે. આ હોવા છતાં, ઘણી વખત લોકો બેદરકાર બની જાય છે. આવી જ એક દુખદ ઘટના મધ્યપ્રદેશના ખંડવામાં જોવા મળી છે, જ્યાં બેદરકારીના કારણે એક બાળકીએ જિંદગી ગુમાવી હતી. મળતી માહિતી મુજબ, બસમાં મુસાફરી કરતી વખતે યુવતીને અચાનક ઉલટી થવા લાગી ત્યારે તેણે બારીમાંથી ગળું બહાર કાઢ્યું. ત્યારે સામેથી આવી રહેલી ટ્રક દ્વારા 13 વર્ષની બાળકીનું ગળું ટકરાઇ ગયું હતું.
આ અકસ્માત એટલો ભયંકર હતો કે બાળકના માથાના ઉપરનો ભાગ કાપીને અલગ થઈ ગયો હતો, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઈન્દોર-ઇચ્છાપુર હાઇવે પરના રોશિયા ફાટા પાસે આ ઘટના પર બની હતી. પોલીસે જણાવ્યું કે મૃતક બાળીકીની ઓળખ તમન્ના (13) તરીકે થઈ છે. તે ખંડાવાની રહેવાસી હતી.
સીમા અદાએ જણાવ્યું હતું કે અકસ્માત સમયે તેની માતા રૂખસણા અને મોટી બહેન હીના પણ તમન્ના સાથે એક જ બસમાં હતી. ખંડાવાથી બરવા જવા ત્રણેય તેમના સબંધીઓના ઘરે જઈ રહ્યા હતા. તેણે કહ્યું કે બસની મુસાફરી દરમિયાન તમન્નાને ઉલટી થવા લાગી તો તેણીએ બારીમાંથી માથુ બહાર કાઢ્યું હતું, તેણીનું માથુ સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાયું હતું. જેના કારણે તેના માથાના ઉપરનો ભાગ કપાઇ ગયો અને તેનું મોત નીપજ્યું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે ટ્રકને કબજે કરી લીધી છે, જ્યારે ટ્રક ચાલક ફરાર છે. અકસ્માત સમયે આ બસ ખંડાવાથી ઈન્દોર તરફ જઇ રહી હતી, ત્યારે ટ્રક ઇંદોરથી આવી રહી હતી. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપાયો હતો.
