આર્મી ચીફ જનરલ એમએમ નરવણે કહ્યું છે કે ભારતે ચીન સાથેના ગલવાન સંઘર્ષ પછી એક ઇંચ જમીન પણ ગુમાવી નથી. તેમણે કહ્યું કે 9મા તબક્કાની વાતચીત બાદ બન્ને સેનાઓ પોત-પોતાની જગ્યાએ પાછી ફરી ગઇ છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું અમે અમારી કોઇ જમીન ગુમાવી નથી. અમે વાતચીત દ્ધારા આગળ વધી રહ્યા છીએ. ગોગરા અને હૉટ સ્પ્રિંગ જેવા વિસ્તારોને લઇને પણ વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું કે અમારી સામે હંમેશા બે સરહદ (ચીન અને પાકિસ્તાન) પર પડકાર રહે છે. અમે બન્ને સરહદ પર હંમેશા તૈયાર છે.
પાકિસ્તાન પર…
ફેબ્રુઆરીના અંતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે DGMO લેવલની વાતચીતમાં સીઝફાયરને લઇને સમજૂતી બની હતી. ત્યાર બાદથી અત્યાર સુધી બોર્ડર પર પાકિસ્તાન તરફથી સીઝફાયર ઉલ્લંઘન નથી થયું. તેની પર સેના પ્રમુખે કહ્યું કે સીઝફાયરને લઇને જે સમજૂતી થઇ હતી તેના કારણે માર્ચમાં હજુ એલઓસી પર શાંતિ છે. પરંતુ બીજી બાજુ આતંકી કેમ્પ પણ મોજુદ છે. સમજૂતીથી આતંકી ઘણાં હતાશ છે. જેમ જમ બરફ પીગળી રહ્યો છે તેમના તરફથી ઘૂસણખોરી કરવામાં આવી રહી છે.
ભરતી ગોટાળાને લઇને સેના પ્રમુખે કહ્યું કે આની તપાસ સીબીઆઇ કરી રહી છે. તાજેતરમાં જ આ ગોટાળાને લઇને સીબીઆઇએ રેડ પાડી છે. આ કેસમાં સેનાએ 17 અધિકારીઓની સામે કેસ નોંધ્યો છે. તેમણે કહ્યું કે સેના અધિકારીઓ અને જવાનોના ભરતી ગોટાળાની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે. જો કંઇ ખોટુ થયુ છે તો તેની સર્વિસ સમાપ્ત કરી દેવામાં આવશે.
