- માસ્ક નહીં પહેરનારને થશે 1 હજારનો દંડ
- દુકાનો રાતના 10 સુધીમાં બંધ થઇ જવી જોઇએ
- સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું ફરજિયાત
- 150ની મર્યાદામાંજ લગ્નમાં બોલાવી શકાશે
રાજ્યમાં કોરોનાનાં કેસમાં સતત વૃદ્ધિ થઇ રહી છે. ત્યારે કડક નિયમો લાગુ થાય તે હવે સ્વાભાવિક છે. આ કડીમાં હવે રાજ્યમાં માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવુ ફરજિયાત કરી દેવામાં આવ્યુ છે.
આ પણ વાંચો – Covid-19 / Omicron નું નવુ લક્ષણ શરીરનાં આ ભાગને કરી શકે છે નુકસાન, ટેસ્ટિંગમાં રિપોર્ટ આવી શકે છે નેગેટિવ
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં વધતા કોરોનાનાં કેસને ધ્યાનમાં રાખીને હવે આજથી નવી SOP લાગુ કરવામાં આવી છે. આ અંગે રાજ્યનાં DGP આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી નવી SOP અંગે માહિતી આપી. DGP આશિષ ભાટિયાએ લોકોને નવી ગાઈડલાઈનનું પાલન કરવાની પણ અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, ‘રાજ્યનાં જે શહેરોમાં કોરોનાનાં કેસમાં વધારો થયો છે તે શહેરમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. કર્ફ્યુ દરમ્યાન જનતા સાથે માનવીય અભિગમ દાખવવા માટે પોલીસ વિભાગને કહેવામાં આવ્યું છે. વળી તેમણે કહ્યુ કે, જે નાગરિક મોંઢા પર માસ્ક નહી પહેરે તેને મોટો દંડ વસૂલવા માટે તૈયાર રહેવુ પડશે. નવી ગાઈડલાઈનમાં હોટલમાં 75 ટકા લોકોની છૂટ આપવામાં આવી છે. કોચિંગ ક્લાસમાં 50 ટકા બાળકોનાં અભ્યાસની છૂટ આપવામાં આવી છે.’ જણાવી દઇએ કે, ગત દિવસે 21 હજાર કરતા વધારે કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. જ્યારે હવે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. કોરોનાનાં વધતા કેસને લઇને રેન્જ IG અને જિલ્લા પોલીસ વડા સાથે ચર્ચા કરી છે. તેમણે જણાવ્યું કે રાત્રિ કર્ફ્યૂવાળા શહેરોમાં કડક અમલીકરણ થશે. તેમજ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ ભંગ મુદ્દે કાર્યવાહી થશે. તેમણે જણાવ્યું હતું કે, એક અઠવાડિયામાં માસ્ક ન પહેરનારા 97,903 દંડ કરવામાં આવ્યો છે. તેમજ ભીડ મુદ્દે 3830 ગુના દાખલ, 3206 લોકોની ધરપકડ કરી છે. તો રાત્રિ કર્ફ્યૂ ભંગમાં 381 વાહન ડિટેઈન કરાયા છે. આ સિવાય વધુમાં કહ્યું કે, લગ્નમાં 150 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચો – Political / કોંગ્રેસને ઝટકો, પૂર્વ સાંસદ અને મંત્રી પ્રવીણ સિંહ એરોન અને તેમની પત્ની SP માં જોડાયા
રાજ્ય સરકાર દ્વારા નવી SOP જાહેર કરી દેવાઇ જેમાં રાજ્યનાં નવા 17 સહિત હવે ગુજરાતનાં 27 શહેરોમાં નાઈટ કર્ફ્યુ લગાવાયો છે. જેમાં સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધા, જેતપુર, ગોંડલ, વાંકાનેર, ધોરાજી અને મોરબી સહિતનાં મહાનગરોમાં નાઇટ કર્ફ્યુ લાગુ કરાયો છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
