Helth/ ઓફિસમાં બેઠા બેઠા પોતાને તંદુરસ્ત રાખવા માંગો છો, તો જરૂર ખાઓ આ હેલ્ધી વસ્તુઓ

ઓફિસમાં બેઠા બેઠા પોતાને તંદુરસ્ત રાખવા માંગો છો, તો જરૂર ખાઓ આ હેલ્ધી વસ્તુઓ. ઘણી વખત કામ વધુ હોવાને કારણે ખાવા માટે સમય કાઢવો શક્ય નથી હોતું.

Health & Fitness Lifestyle

ઓફિસમાં બેઠા બેઠા પોતાને તંદુરસ્ત રાખવા માંગો છો, તો જરૂર ખાઓ આ હેલ્ધી વસ્તુઓ. ઘણી વખત કામ વધુ હોવાને કારણે ખાવા માટે સમય કાઢવો શક્ય નથી હોતું. તે કારણે જ શરીરમાં પોષણની ખામી ઉભી થવા લાગે છે. આજકાલના દોડધામ ભરેલા જીવનમાં લોકો હંમેશા પોતાનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. તે 10 થી 12 કલાક ઓફીસમાં પસાર કરી દે છે, અને કામ દરમિયાન ખાવા પીવાનું જરાપણ ધ્યાન નથી રાખી શકતા. ખોટી ઇટીંગ હેબીટ્સને કારણે શરીરમાં પોષણની અછત થવા લાગી જાય છે. પસાર થતા સમયની સાથે સાથે તે ટેવ તમને ઘણું નુકશાન પહોંચાડી શકે છે. તમારા ઓફીસ ટેબલ ઉપર થોડો હેલ્દી નાસ્તો રાખવો આરોગ્ય માટે સારું સાબિત થઇ શકે છે.

મળી રહેશે એનર્જી : દરેકે પોતાના ઓફીસ ટેબલ ઉપર ખાવા પીવાની થોડી વસ્તુ જરૂર રાખવી જોઈએ. નાની નાની રીસેશ ઉપર લેવામાં આવતા લાઈમ મિલ શરીરને તાજું રાખે છે. ખાવા પીવાની હળવી એવી વસ્તુથી શરીરને એનર્જી તો મળે જ છે, સાથે જ દિવસ આખાનું પોષણ પણ મળી જાય છે.

ડેસ્ક ઉપર રાખો સુકા મેવા : ઓફીસ જતી વખતે તમારી બેગમાં સુકા મેવા મુકી દો. ડ્રાઈ ફ્રુટસને શરીર માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. તેને તમે કામ કરતી વખતે પણ ખાઈ શકો છો. તેનાથી શરીરને પુષ્કળ એનર્જી મળે છે.

ફળ આવશે તમારા કામમાં : ફળોના નાના નાના ટુકડામાં કાપીને તેને લંચ બોક્સમાં પેક કરીને લઇ જઈ શકો છો. મોટાભાગના ફળમાં 80 ટકા સુધી પાણી હોય છે, જેનાથી શરીરમાં હાઈડ્રેટેડ જળવાઈ રહે છે. સ્ટ્રોબેરી અને ચેરી જેવા ફળમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે, જેનાથી ત્વચા ફ્રેશ બની રહે છે.

ઓટ્સઃ  ઓટ્સમાં ફાઈબરનું સારું પ્રમાણ મળી આવે છે, જેનાથી શરીરને જરૂરી પોષણ મળે છે. ફાઈબર સાથે જ તે મિનરલ અને વિટામીનો પણ સારો વિકલ્પ માનવામાં આવે છે. તમે ધારો તો ઓટ્સમાં થોડા ટીપા મધને પણ ભેળવી શકો છો.

સ્પ્રાઉટસ અને સલાડ : ઓફીસમાં હેલ્દી ખાવાની ગણતરીએ સ્પ્રાઉટસ અને સલાડ પણ સારું ઓપ્શન છે. આમ તો તમારે ઘણો લાંબો સમય સુધી રાખવાને બદલે વહેલા ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેને સ્વાદિષ્ટ બનાવવા માટે તમે તેમાં મીઠું, સંચળ, મરચું કે સ્વાદમુજબ સોસ અને ઓલીવ ઓઈલનો ઉપયોગ કરી શકો છો.