ગુજરાત/ રાજકોટમાં પ્રૌઢની પત્થરનાં ઘા ઝીંકી સરાજાહેર હત્યા કરાઈ

જેના કારણે ઉશ્કેરાયેલા આ શખ્સે દિનેશભાઈ પર પથ્થરનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતાં. બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

Gujarat Rajkot

રાજકોટમાં   લૂટ અને હત્યા ના  કિસ્સા બનતા વધુ જોવા મળે છે  ત્યારે  સરાજાહેર હત્યાનો વધુ એક બનાવ બન્યો છે. ૧૫૦ ફુટ રીંગ રોડ પર ગૌવર્ધન ચોક પાસે પથ્થરના ઘા ઝીંકી મુળ કોટડા સાંગાણીનાં નાની મેંગણી ગામના પ્રૌઢની સરાજાહેર હત્યા કરાઈ હતી. પોલીસે ગણતરીની કલામોમાં હત્યારાને સકંજામાં લઈ પુછપરછ શરૂ કરી છે.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર ખોડીયાર નગરમાં રહેતા મુળ કોટડા સાંગાણીનાં નાની મેંગણી ગામનાં દિનેશભાઈ પોપટભાઈ સરમાની રાત્રે ૧૫૦ ફુટ રીંગ રોડ પર ગૌવર્ધન ચોક નજીક હતા ત્યારે તેનાં જ પરિચીત કે જે રાજકોટ જિલ્લામાં જ રહે છે. તેની સાથે ગમે તે કારણે માથાકુટ થઈ હતી.

જેના કારણે ઉશ્કેરાયેલા આ શખ્સે દિનેશભાઈ પર પથ્થરનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતાં. બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં માલવીયા નગર પી.આઈ. કે.એન. ભુકણ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ હત્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

પોલીસે આરોપીને ઘટના સ્થળથી થોડે દુર પકડી પાડી પુછપરછ શરૂ કરી હતી. જો કે, હત્યા પાછળનું કારણ મોડી રાત સુધી બહાર આવ્યું ન હતું. મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું કે, દિનેશભાઈ ત્રણ ભાઈ અને ચાર બહેનમાં વચેટ હતાં. પત્નીનું આશરે દશેક વર્ષ પહેલાં મૃત્યું નિપજયું હતું. તેને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. જે પૈકી એક દીકરો અને દીકરી અલગ અલગ સંબંધીનાં સાથે રહે છે. દિનેશભાઈ રાજકોટમાં રહી છુટક ડ્રાઈવીંગ કામ કરતા હતાં.