Rajkot News : રાજકોટ શહેરમાં વધુ એક આઘાતજનક ઘટનામાં સિનર્જી હોસ્પિટલના એનેસ્થેસિયોલોજિસ્ટ ડૉ. જય પટેલે દવાનો ઓવરડોઝ લઈ આપઘાત કર્યો છે. કાલાવડ રોડ પર સ્પીડવેલ ચોક નજીક આવેલા તેમના નિવાસસ્થાને આ દુર્ઘટના બની છે.
પ્રાથમિક તપાસમાં ઘરકંકાસને આપઘાતનું કારણ જણાવાયું છે. ડૉ. પટેલે આઘાતમાં આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાએ આરોગ્ય ક્ષેત્રમાં અને સમગ્ર શહેરમાં શોકનું મોજું ફેલાવ્યું છે. ડૉ. જય પટેલના અચાનક અંતકાળે તેમના પરિવાર, મિત્રો અને સહકર્મચારીઓને ગંભીર આઘાત લાગ્યો છે.
આ પણ વાંચો: રાજકોટમાં મિત્રોએ ઉછીના લીધેલા એક કરોડ પરત ન કરતા યુવકનો આપઘાત
આ પણ વાંચો: દીપિકા પટેલ આપઘાત કેસમાં મોટો વળાંક : જેને બહેન કહેતો હતો તેની સાથે ચિરાગના હજારો ફોટા મળ્યા
આ પણ વાંચો: પત્નીના ત્રાસથી કરી પતિએ આત્મહત્યા, આપઘાત પૂર્વે મિત્રને મોકલ્યું ઓડિયો રેકોર્ડિંગ
