- સુરતઃ આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ફરી ઘર્ષણ
- ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા આપના કાર્યકરો
- આપના 6 કાર્યકરોને મારવામાં આવ્યાનો આક્ષેપ
- ભાજપના કાર્યકરોએ માર્યાનો આક્ષેપ
- વિરોધ કરવા ગયેલા કાર્યકરોએ કર્યા આક્ષેપ
સુરત આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ફરી ઘર્ષણ સર્જાયું હતુ. આપના કાર્યકરો ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા. આપના 6 કાર્યકરોને મારવામાં આવ્યાનો આક્ષેપ કરાયો છે. ભાજપના કાર્યકરોએ માર્યાનો આક્ષેપ કર્યો છે. વિરોધ કરવા ગયેલા કાર્યકરોએ આક્ષેપ કર્યા છે. આપના કાર્યકરો ભાજપ કાર્યાલયનો ઘેરવા કરવા જતા ઘર્ષણ સર્જાયુ હતું. જેમાં કાર્યકર્તાઓ એકબીજા સામે બાખડી પડ્યા હતા. ઝપાઝપી થતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.
સુરત પાલિકામાં વિરોધ કરી રહેલા આપના કોર્પોરેટર સહિતના કાર્યકર્તાઓને ગઈ કાલે પાલીસ અને માર્શલોએ ખેંચી ખેંચીને બહાર કાઢ્યા હતા. આ સાથે એક કોર્પોરેટરનું ગળું દબાવ્યું હતું અને એક મહિલા કોર્પોરેટરના કપડાં પણ ફાડી નાખ્યા હતા. જેથી આજે આપ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આપના પ્રદેશ અધ્યક્ષ ઈટાલીયા સહિતના કાર્યકરોને માર મારવામાં આવ્યો હતો.
સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. જેને પગલે કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ ભાજપના કાર્યાલય ખાતે ભેગા થયા હતા. તો બીજી તરફ દેખાવોને પગલે ભાજપના કાર્યકર્તાઓ પણ આવી પહોંચ્યા હતા. જેને પગલે આપ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું.
આપના કાર્યકરોએ ભાજપ કાર્યાલય પર જવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ભાજપના કાર્યકરો ગુસ્સે થયા હતા અને સામસામે આવી ગયા હતા. તેઓએ આપના કાર્યકર્તાઓને રોક્યા હતા. તો એકબીજા વચ્ચે મારામારી શરૂ થઈ હતી. પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા, પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાને માર મારાયો
પોલીસ આમ આદમી પાર્ટીના કાર્યકરોને પકડે તે પહેલા પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાને ભાજપના કાર્યકરોએ માર માર્યો હતો અને કપડાં ફાડી નાખ્યા હતા. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સાથે પણ ભાજપના કાર્યકરોએ ટપલીદાવ કર્યો હતો. પોલીસની હાજરીમાં જ આમ આદમી પાર્ટીના કાર્યકરોને માર મારવામાં આવતાં આ મુદ્દે વિવાદ થયો છે.
આ પણ વાંચો :આદિવાસી પટ્ટામાં ગાબડું પાડવાની ફિરાકમાં ભાજપ, હવે આ દિગ્ગજ કોંગી નેતાનો પુત્ર ધારણ કરી શકે છે કેસરિયો
