દેશમાં વીજળીના વપરાશને લઇને સત્તાવાર આંકડા જાહેર થયા છે, તેમાં સૈાથી વધારે વીજળીનો વપરાશ ગુજરાતમાં છે, હા માથાદીઠ વીજળીનો વપરાશ ગુજરાતમાં વધારે જોવા મળે છે. સરકારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા પર નજર કરીએ તો જાણવા મળશે કે રાજયમાં વીજળીનો વપરાશ કેટલો છે.ગુજરાતમાં માથાદીઠ વપરાશ 2225 કિલોવૉટ પ્રતિ કલાકની સામે મહારાષ્ટ્રમાં માથાદીઠ વપરાશ 1418 kwh છે. તમિલનાડુમાં 1844 kwh છે. દિલ્હીમાં 1572 kwh છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટીના ડેશબોર્ડમાં આ માહિતી છે.રાજ્યમાં કુલ વીજઉત્પાદનમાં રાજ્ય વીજ કોર્પોરેશન-જીઇબી મળી 20545 મિલિયન યુનિટ્સ ઉત્પન્ન કરે છે જે કુલ ઉત્પાદનના 17 ટકા થાય છે. રાજ્યની માલિકીના સ્વતંત્ર વીજ ઉત્પાદકો 5976 મિલિયન યુનિટ્સ (4.9 ટકા) જ્યારે ખાનગી વીજ ઉત્પાદકો દ્વારા 62018 મિલિયન યુનિટ્સ (51 ટકા) ઉત્પાદન થાય છે. કેન્દ્રીય હિસ્સો 31590 મિલિયન યુનિટ્સ (26 ટકા) છે. કુલ વીજક્ષમતા 120129 મિલિયન યુનિટ્સ છે.
ઉલ્લેખનીય છે કે વીજળી વેચાણની આવક વીજળી ખરીદી ખર્ચ કરતાં ઓછી છે. છેલ્લા 4 વર્ષના આંકડાઓ સ્થિતિ રજૂ કરે છે. વીજળી ખરીદીનો આંકડાઓ વીજળી વેચાણના આંકડાઓ કરતાં વધારે છે. ટ્રાન્સમિશન અને વિતરણ વખતે અંદાજે 10 ટકા જેટલી વીજળીનું નુકશાન થાય છે. પાવર મિનિસ્ટ્રીના પ્રાપ્તિ ડેશબોર્ડ પ્રમાણે, ગુજરાતમાંથી વીજળી જનરેટ કરતી કંપનીઓને આપવાનું થતા બાકી લેણાંની રકમ રૂ. 1439 કરોડ છે જેમાંથી રૂ. 295 કરોડ ઓવરડ્યુ છે.ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ ક્ષેત્રમાં વીજળીનો વપરાશ 54.10 ટકા છે,અને ખેતીમાં 22.62 ટકાનો ઉપયોગ થાય છે, ઘરેલુ વપરાશમાં 18.95 ટકા છે. જ્યારે જાહેર લાઇટમાં 2.61 ટકાનો વપરાશ છે, અને અન્ય કામોમાં 1.72નો વપરાશ જોવા ળે છે.
