Not Set/ ભડીયાદર ગામે માતાના ખોળા માંથી બાળકીને ઝુટવી દીપડો ભાગ્યો

૧૫ ફુટ દૂર ઢસળી લઇ ગયો દીપડા પાછળ પિતા અને મજુરો દોડતા બાળકી મૂકી દીપડો નાશી છુટ્યો. ઇજાગ્રસ્ત બાળકી અને માતાને ખાનગી હોસ્પીટલે ખસેડાય…

Top Stories Gujarat

 ઉના તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં ખૂખાર દીપડાઓ આતંક મચાવી રહ્યા છે. અને સાંજના સમયે વાડી વિસ્તારોમાં આવી ચડતા દીપડાઓ નાના બાળકોને ઉઠાવી જતા હોય છે. અને ગંભીર ઇજાઓ કરતા હોવાના બનાવો દિનપ્રતિદીન વધી રહ્યા છે.

જંગલી વન્યપ્રાણી દીપડાઓની સંખ્યા વધી ગઇ હોય અને જંગલ બોર્ડરથી અડી આવતા નજીકના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ખેતીવાડીની જમીનોમાં પડાવ નાખી દેતા હોય છે. અને ખેતીવાડીમાં કામ કરતા ખેડૂતો અને મજુરોના બાળકો એકલા રમતા હોય છે એ વખતે અચાનક દીપડાઓ તડાપ મારી બાળકોને ઉઠાવી જવાના પ્રયાસ કરી રહ્યા છે. ગઇ કાલે સનખડા ગામની સીમમાં એક બાળક ઉપર દીપડાએ હુમલો કરી ઇજા પહોચાડી હોવાનો બનાવ બનેલ હતો. અને વધુ એક બનાવ ઉના તાલુકાના ભડીયાદર ગામે બનવા પામેલ છે.

બનાવની મળતી વિગત મુજબ ભડીયાદર ગામે સીમ વિસ્તારમં વાડીમાં રહેણાંકીય મકાન ધરાવતા દેવશીભાઇ મકવાણાના પત્નિ તેમની ૪ વર્ષની દિકરી પ્રિયલબેન માતાના ખોળામાં સાંજના સમયે રમતી હતી. અને અચાનક જાડ આડે લપાયને વાડી વિસ્તારમાં છુપાયેલો રહેણાંકીય મકાનમાં ચડી આવેલો અને માતાની કુખમાં રમતી દીકરીને ખોળા માંથી ઉપાડી ભાગતા માતાએ રાડારાડ કરતા વાડીમાં ખેતી કામ કરતા પિતા દેવશીભાઇ મકવાણા અને અન્યય મજુરો તાત્કાલીક દીપડાની પાછળ દોડી રાડારારડ કરતા ૧૫ ફુટ દૂર દીપડો બાળકીને ગળા તેમજ વાંસાના ભાગે ગંભીર ઇજા કરી નાશ છુટ્યો હતો. આ ૪ વર્ષની બાળકીને ૧૫ ફૂટ ઢસળી લઇ ગયેલ ત્યાથી બાળકીને તાત્કાલીક ઉનાની ખાનગી હોસ્પીટલમાં ગંભીર ઇજા સાથે સારવારમાં ખસેડી હતી.

દીપડાએ બાળકી ઉપર હુમલો કરેલ આ વખતે માતાના ખોળામાં દિકરી હોય જેથી દીપડાના હુમલાના કારણે માતાને પણ માથાના ભાગે ઇજા થયેલ હોવાનું જાાણવા મળેલ છે. આમ ઉના તાલુકામા; દીપડાઓના હુમલાના બનાવ વધવા લાગતા રાત્રી સમયે ખેતી વાડીમાં કામ કરી રહેતા ખેડૂતો અને મજુરવર્ગના લોકોમાં ભારે ભયનો માહોલ ઉભો થયેલ છે. માનવભક્ષી બનતા દીપડાઓને તાત્કાલીક પકડી દૂરના જંગલો સુધી ખસેડવા ખેતીવાડી સાથે સંકળાયેલા લોકોની માંગ ઉઠી છે.

મોડી રાત્રીના દીપડા પાછળ આખુ ગામ દોડ્યુ…

ખૂંખાર આંતક મચાવતા દીપડાઓના ત્રાસથી ભયભીત ગ્રામ્ય વિસ્તારના લોકો આવા માનવભક્ષી દીપડા નાના બાળકોને લઇને ભાગે છે. ત્યારે દીપડાના મોઢા માંથી બાળકીને છોડાવા દોડ મુકે છે. અને રાડોરાડ બોલાવ્યા બાદ દીપડા જેવા વન્યપ્રાણીઓ ભાગી છુટે છે. ગઇ કાલે પણ આવી ઘટના બનતા લોકોએ સામૂહીક દીપડાનો સામનો કર્યો ત્યારે મોઢા માંથી બાળકીને ૧૫ ફુટ દૂર ઢસળી ગયેલ દીપડાએ છોડી હતી.