ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ ગુજરાત વિઘાનસભા 2022ની ચૂંટણી માટે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ મીડિયા સેન્ટરનો શુભારંભ પેજ સમિતિના પ્રણેતા અને નવસારીના સાંસદ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે તેમજ પ્રદેશના ઉપાધ્યક્ષ ગોરઘનભાઇ ઝડફીયા, રમણભાઇ વોરા, પુર્વ ગૃહમંત્રી અને ધારાસભ્ય પ્રદિપસિંહ જાડેજા, અને મીડિયાની ટીમ તેમજ સંગઠનના હોદેદારઓ અને કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ મીડિયા સેન્ટર વ્યવસ્થા જોઇ અને ત્યાર બાદ મીડિયા સેન્ટરના શુભારંભ પ્રસંગે પ્રદેશના મહામંત્રી તેમજ મીડિયાના ઇન્ચાર્જ પ્રદિપસિંહ વાઘેલાજીએ પત્રકાર પરિષદને મીડિયા સેન્ટર અંગે માહીતી આપી હતી.
પ્રદિપસિંહ વાઘેલાજીએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, ગુજરાત વિઘાનસભા 2022ની ચૂંટણી ટુંક સમયમાં આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પત્રકારો સાથે સરળતાથી સંવાદ થઇ તેમજ ઝડપથી માહિતી પહોંચે તે માટે પાર્ટી દ્વારા આ મીડિયા સેન્ટરની શરૂઆત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યું છે. આ મીડિયા સેન્ટરથી પાર્ટીના વિચાર,પાર્ટીના કાર્યક્રમો,સરકારની કાર્યો મીડિયા સુઘી પહોંચે તે માટે વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ગત વિઘાનસભાની ચૂંટણીમાં પણ આ જ રીતે મીડિયા સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું હતું.
