કલોલના મારુતિ બંગલોમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ફાયરિંગનો અવાજ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને એક ઈસમને ઝડપી પાડી પોલીસ હવાલે કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિષ્ણુભાઈ પટેલ સાથે પોતાના પોતાના પરીવારનાં સભ્યોને વિદેશ મોકલવા એજન્ટને પૈસા આપવા વાત થઈ હતી. જે મામલે બોલાચાલી થતા એજન્ટ સહીત ચાર લોકો માંથી એક વ્યક્તિએ ફાયરિંગ કર્યુ હતું. જેની પોલીસે ધરપકડ કરી છે અને અન્ય ત્રણ લોકોને પકડવા તજવિજ હાથ ધરી છે.
- કલોલમાં ફાયરિંગની ઘટના
- નાણાંની લેવડ-દેવડ મામલે ફાયરિંગ
- ઈસમને પાડોશીઓએ પોલીસ હવાલે કર્યો
- અન્ય આરોપીઓને પકડવા તપાસ શરૂ
- LCB ,સહિતની ટિમો સક્રિય
કલોલ ખાતે આવેલ મારુતિ બંગલોમાં ફાયરિંગની ઘટનામાં એક ઈસમને પાડોશીઓ દ્વારા ઝડપી લઈ પોલીસ હવાલે કર્યો હતો,જ્યારે બીજા આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
કલોલમાં જે ફાયરિંગની ઘટના બની છે તેમ એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. મારુતિ બંગલોમાં રહેતા પટેલ વિષ્ણુભાઈના પરિવાર પર અમેરિકા મોકલવાના એજન્ટો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું ફાયરિંગનો અવાજ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને એક ઈસમને ઝડપી પાડી પોલીસ હવાલે કર્યો હતો, આ બાબતે કલોલ dyspએ જણાવ્યું કે વિષ્ણુભાઈ પટેલે તેમના ભત્રીજા અને ભત્રીજીને અમેરિકા મોકલવા એજન્ટનો કોન્ટેકટ કર્યો હતો. જેના કોન્ટેકન્ટમાં નાણાં આપવાની વાતચિત થઈ હતી. તેમનો ભત્રીજો અને ભત્રીજી અમેરિકા પોહચી જાય ત્યારબાદ અડધો હિસ્સો આપવાનું નક્કી થયું હતું.
પરંતુ આ એજન્ટો વિષ્ણુભાઈના ઘરે ગયા અને નાણા આપવાનો આગ્રહ રાખ્યો હતો. અને બન્ને વચ્ચે થોડી બોલાચાલી દરમ્યાન ચાર માણસોમાંથી એક રેયાન નામના માણસે પોતાની પાસે રહેલા હથિયાર વડે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગના અવાજ બાદ પાડોશીઓ જાગી જતા નાસભાગ મચી હતી. જેમાં એક આરોપી પકડાઈ જતા પોલીસ હવાલે કર્યો હતો, જ્યારે બાકીના આરોપીઓને પકડવા જિલ્લાની અલગ અલગ ટિમો LCB ,સહિત ટિમો સક્રિય થયેલ છે, આરોપીઓના ચાર પૈકી ત્રણના નામ પોલીસ તપાસમાં બહાર આવ્યા છે જેમાંથી એક રેયાન, ઋત્વિજ તેમજ શ્રેયાંક છે. પોલીસ દ્વારા હાલ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકોટ / MLAની ફરિયાદ નવી નથી, રાજકોટ CP વિરુધ્ધ કમિશનબાજીના છે ગંભીર આક્ષેપો : હર્ષ સંઘવી
વિવાદ / કોંગ્રેસ કોર્પોરેટર જમનાબેન વેગડા સપડાયા વધુ એક વિવાદમાં, AMCએ આપી નોટિસ
વિવાદિત નિવેદન / ધારાસભ્ય છુ ત્યાં સુધી કોઈનું કાંઈ તૂટવા નહીં દઉ- ગેરકાયદે બાંધકામ મુદ્દે મધુ શ્રીવાસ્તવની દબંગાઈ
